Abtak Media Google News

નેપાળી શખ્સને ટોળાએ ઝડપી પોલીસ હવાલે કર્યો

કાલાવડ રોડ પર આવેલા કેકેવી ચોકમાં રમકડા વેચતા પરિવારના પાંચ વર્ષના માસુમ બાળકનું નેપાળી શખ્સ અપહરણ કર્યાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. ઘટના સ્થળે એકઠાં થયેલા ટોળાએ અપહરણના ગુનામાં સંડોવાયેલા નેપાળી શખ્સને ઝડપી પોલીસ હવાલે કર્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેકેવી ચોકમાં રમકડા વેચતા પરિવારના પાંચ વર્ષના બાળકને ગોપાલ લાલબહાદુર સોની નામના નેપાળી શખ્સ ઉઠાવી જતો હોવાની બાળકના પરિવારે ગોકીરો કરતા ટોળુ એકઠું થઇ ગયું હતું.ટોળાએ ગોપાલ નેપાળીને ઝડપી સરાજાહેર લમધાર્યો હતો અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા યુનિર્વસિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.