Abtak Media Google News

પોતે ધન્યતા અનુભવી ચીફ કમિશનરે અબતક પરિવાર સાથે મુક્ત મને વાર્તાલાપ કર્યો

અબતક પરિવારના આંગણે ’અબતક કા રાજા’ની મહાઆરતીમાં સૌરાષ્ટ્ર કચ્છ આવકવેરા વિભાગના ચીફ કમિશનર બી.એલ મીના પાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા અર્ચના પણ કરી હતી. આ અલોકીક કાર્યમાં અબતકના ડેપ્યુટી ડીરેક્ટર દેવાંશભાઈ મેહતા પણ ઉપસ્થીથ રહ્યા હતા.

Dsc 4676

આ સાથે તેઓએ અબતક પરિવારના સભ્યોને શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો અને અબતકની કાર્ય પ્રણાલીને પણ બિરદાવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી અબતકના મોભી સતીશકુમાર મહેતાની આગેવાની હેઠળ ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. એટલુજ નહીં ઉપસ્થિથ મહેમાને અબતકના વખાણ કર્યા હતા અને મહેનતને બિરદાવી હતી.

Dsc 4694

વધુમાં ઉપસ્થીત બી.એલ મીનાએ જણાવ્યું હતું કે, અબતકે ખરા અર્થમાં પોઝિટિવ ન્યૂઝ અને ઇન્ફોર્મેટિવ ન્યૂઝની વ્યખયાને સાર્થક કરી છે. અને તેઓએ ઉતરોતર પ્રગતિ કરે તેવા સુભાષીશ પણ પાઠવ્યા હતા. સૌરાષ્ટ્ર કચ્છ આવકવેરા વિભાગની જવાબદારી સંભાળ્યા બાદ ચીફ કમિશનર બી.એલ મીના દ્વારા અનેક બદલાવ કરવામાં આવ્યા હતા. જેના વિભાગને ખુબજ સારા પરિણામ મળ્યા છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે આવનારા દિવસોમાં પણ તેમના દ્વારા કરદાતાઓને હાલાકી ન પહોંચે તે માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને તે જ દિશામાં કાર્યો હાથ ધરાશે.

વિઘ્નહર્તા ગણપતિ દરેકના વિઘ્ન હરિ સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરશે : બી.એલ. મીના

અબતક કા રાજા ગણપતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા સૌરાષ્ટ્ર કચ્છ ઇન્કમટેક્સના ચીફ કમિશનરે જણાવ્યું હતું કે વિઘ્નહર્તા ગણપતિ દરેકના વિઘ્ન હરી સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરશે. એટલુંજ નહીં આવનારા સમયમાં અબતક ઉતરોતર પ્રગતિ કરે અને સફળતા હાંસલ કરે તે માટે ભગવાન ગણપતિ સહદેવ તેમની વાહરે રહેશે. સાથોસાથ તેઓએ કરદાતાઓને પણ જવાબદારી સમજી પોતાનો કર સરકારને આપવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.