Abtak Media Google News

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૧૮.૦૬.૨૦૨૦ ના રોજ સવારે ૧૦ કલાકે….

Ipoint Logo For Header 1 1 1 1

Advertisement

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૩૫૦૭.૯૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૩૩૭૧.૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૩૩૭૧.૫૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૨.૭૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬.૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૩૩૫૪૪.૧૯ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૮૫૪.૫૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૯૮૪૫.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૮૨૫.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩.૫૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૯૯૬૯.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૭૩૦૧ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૩૭૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૨૪૧ ના નીચા મથાળે નોંધાવી ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૭૩૫૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૧૫૧ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૨૫૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૧૪૫ ના નીચા મથાળે નોંધાવી ૨૧૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૮૨૨૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

ભારત અને ચાઈના વચ્ચે લદ્દાખ સરહદે ૨૦ ભારતીય સૈનિકો શહીદ થવાની સાથે ચાઈનાના પણ ૪૦થી વધુ સૈનિકોને વળતા જવાબે ભારતીય સેના દ્વારા માર્યાની ઘટનાએ બન્ને દેશો વચ્ચે ટેન્શન વધ્યા સાથે વૈશ્વિક મોરચે ચાઈનામાં બૈજિંગમાં કોરોનાના બીજા વેવમાં ૧૦૦થી વધુ કેસો નોંધાતાં આ ઘટનાએ વિશ્વને ફરી ચિંતામાં મૂકી દેતાં આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બે-તરફી અફડાતફડી જોવાઈ હતી. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલ ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધતાં, જેની અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળી રહી હતી. વૈશ્વિક શેરબજારોમાં એશિયાના દેશોમાં મિશ્ર ટ્રેન્ડ રહ્યો હતો. જ્યારે યુરોપના બજારોમાં સાધારણ સુધારો જોવાયો હતો. અમેરિકન માર્કેટની વાત કરીએ તો ગઇકાલે ડાઉ જોન્સ ૦.૬૫% ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ ૦.૩૬%ના ઘટાડે અને નેસ્ડેક ૦.૧૫% વધીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૪% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે ટેક, મેટલ, રિયાલ્ટી અને પાવર ઇન્ડેક્સમાં હળવી તેજી જોવાઈ હતી. જ્યારે અન્ય સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૯૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૪૫ અને વધનારની સંખ્યા ૧૩૬૨ રહી હતી, ૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકામાં ફેડરલ રિઝર્વ સેક્ધડરી માર્કેટમાં રૂ.૨૫૦ અબજ ડોલર સુધીના કોર્પોરેટ બોન્ડ ખરીદવાની જાહેરાત કર્યા બાદ વૈશ્વિક બજારનું સેન્ટિમેન્ટ ઊંચકાયું હતું અને તેનાથી ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે ભારત અને ચીન વચ્ચે તંગદિલીમાં વધારો થતાં ભારે વેચવાલી આવી હતી, પરંતુ પછીથી તળિયાના સ્તરે થોડી રિકવરી પણ જોવા મળી હતી. ભારત અને ચીન વચ્ચે મંત્રણા ફરી ચાલુ થઈ હોવાના અહેવાલથી બજારમાં થોડી રાહત થઈ હતી. સરહદ પરની તંગદિલીને કારણે ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી નોંધાઈ હતી. કોરોના વાઇરસના સમયગાળામાં ફાર્મા અને હેલ્થકેર ઉપરાંત એફએમસીજી કંપનીઓની સ્થિતિ વધુ સારી રહી છે. તેથી આ કંપનીઓના નફાકારકતામાં સુધારો થવાની ધારણા છે. કોરોના મહામારી પહેલાં ઇ-કોમર્સ સેક્ટરમાં ૨ થી ૩ % ગ્રોથની ધારણા હતી, હવે આ ગ્રોથ પાંચથી છ ટકા રહેવાનો અંદાજ છે. છેલ્લા એક મહિનામાં સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં અંદાજીત ૧૨%ની તેજી આવી છે. આની સામે સેન્સેક્સમાં ૮% વધારો થયો છે. ભારત સહિતનાં ઘણાં બજારોમાં સ્મોલ-કેપ શેરોમાં તેજી ચાલુ થઈ છે. નીચી ક્વોલિટીના શેરોમાં તેજી આવી છે અને ક્વોલિટી શેરોમાં પીછેહટ નોંધાતા રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ. આ સિવાય આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ટેલિકોમ અૠછ કેસની સુનાવણીની અસર પણ ભારતીય શેરબજાર પર જોવા મળશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

ACC લિ. ( ૧૨૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૨૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

સિપ્લા લિ. ( ૬૪૨ ) :- રૂ.૬૨૩ નો પ્રથમ તેમજ રૂ.૬૧૬ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૫૩ થી રૂ.૬૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ટાટા સ્ટીલ ( ૩૦૮ ) :- સ્ટીલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૧૭ થી રૂ.૩૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૨૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૨૯૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.