Abtak Media Google News

મુંબઈથી ગાડી આવી રે ઓ દરિયાલાલા….

સરકારની યોજના થકી ઓટોમોબાઇલ ઉદ્યોગમાં નવી ઉર્જાનો થશે સંચાર!! 

કેન્દ્રીય કેબિનેટ બુધવારે ઓટો ક્ષેત્ર માટે સુધારેલ ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના (પીએલઆઈ)ને મંજૂરી આપે તેવી શક્યતા છે.  મંગળવારે આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આ યોજનાનો ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને રોજગાર પેદા કરવાનો છે.  સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે ઓટો સેક્ટર માટે પીએલઆઈ યોજનાનો ખર્ચ ઘટાડીને ૨૬ હજાર કરોડ રૂપિયા કર્યો હોવાનું માનવામાં આવે છે.

ગયા વર્ષે સરકારે વાહન અને વાહનના પાર્ટ્સ સેક્ટર માટે પીએલઆઈ યોજનાની જાહેરાત કરી હતી.  આ યોજના હેઠળ પાંચ વર્ષમાં ૫૭,૦૪૩  કરોડ રૂપિયા રાખવામાં આવ્યા હતા.  એક સૂત્રએ જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટ બુધવારે તેની બેઠકમાં આ પ્રસ્તાવ પર વિચાર કરે તેવી શક્યતા છે.  જોકે, સ્ત્રોતોએ સ્કીમ ફાળવણીને રૂ. ૨૫,૯૩૮ કરોડમાં બદલવાનું કોઈ કારણ આપ્યું નથી.  સૂત્રોએ કહ્યું કે સરકાર હવે બેટરી ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

યોજના હેઠળ ઓટોમોબાઇલ ક્ષેત્રના પાર્ટસ ઉત્પાદક જેવા કે, ઓટોમેટિક ટ્રાન્સમિશન એસેમ્બલી, ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમ, સેન્સર, સુપરકેપેસિટર, સનરૂફ, અનુકૂલનશીલ ફ્રન્ટ લાઇટિંગ, ઓટોમેટિક બ્રેકિંગ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ટક્કર ચેતવણી સિસ્ટમનો સમાવેશ થશે.

અગાઉ ઓટો ઇન્ડસ્ટ્રી બોડી સિયામે કહ્યું હતું કે સરકાર દ્વારા જાહેર કરાયેલી સ્કીમ સ્પર્ધાને વેગ આપશે અને ઉદ્યોગના વિકાસને આગલા સ્તર પર લઇ જશે.  ઉદ્યોગ માટે આ યોજના કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨માં ૧૩ ક્ષેત્રો માટે ૧.૯૭ લાખ કરોડ રૂપિયાના ઉત્પાદન આધારિત પ્રોત્સાહક જાહેરાતનો ભાગ છે.  પીએલઆઈ યોજના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યક્ષમતા વધારવામાં અને વૈશ્વિક ચેમ્પિયન બનાવવામાં મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.