Abtak Media Google News

મતદાન જાગૃતીમાં ભણેલા-ગણેલા શહેરીજનોનો પાછળ છોડતી ગ્રામીણ પ્રજા

રાજયની 8686 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ગઈકાલે યોજાયેલા મતદાનમાં સાંજ સુધી સરેરાશ 74.70 ટકા મતદાન થયું હતુ. મતદાન જાગૃતીમાં ભણેલા-ગણેલા શહેરી મતદારોને ગ્રામીણ જનતાએ પાછળ છોડી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી. યુવાનોથી માંડી વર્યોવૃધ્ધ નાગરીકોએ હોંશભેર મતદાન કર્યું હતુ. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એકંદરે શાંતી પૂર્ણ માહોલમાં પૂણર્ક્ષ થઈ હતી. દરમિયાન પાંચ ગ્રામ પંચાયતોમાં મતપત્રોમાં ઉમેદવારના નામ અને પ્રતિક છાપકામનાં શ્રતી હોય આજે પૂન: મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન આવતીકાલે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવશે. પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મતદાન હાથ ધરવામાં આવ્યું હોય તમામ પંચાયતનું પરિણામ આવતા મોડીરાત થઈ જશે.

રાજય ચૂંટણી પંચ દ્વારા ગત 22મી નવેમ્બરના રોજ રાજયની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલીક ગ્રામ પંચાયત અંશત: બિન હરિફ અને કેટલીક ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરિફ જાહેર થઈ હતી. દરમિયાન ગઈકાલે રાજયની 8686 ગ્રામ પંચાયતો માટે સરારાશ 74.70 ટકા મતદાન થયું હતુ.

છૂટાછવાયા બનાવોને બાદ કરતા મતદાન એકંદરે શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતુ. ઉમદેવારી પત્રોની ચકાસણી પછી અને ગઈકાલે મતદાન શરૂ થાય તે પહેલા ગ્રામ પંચાયતના સરપંચની બેઠક માટેના હરિફ ઉમેદવારોનું અવસાન થવાના કારણે ચાર કિસ્સામાં ગ્રામ પંચાયતના વોર્ડ બેઠક માટેના હરિફ ઉમેદવારોનું અવસાન થવાના કારણે 11 બેઠકના કિસ્સમાં તે બેઠકો માટેની ચૂંટણી રદ કરવામાં આવી છે. હવે આ બેઠકો માટેની ચૂંટણી નવેસરથી યોજાશે. જેના માટેની તારીખનું એલાન હવે પછી કરવામા આવશે.

દરમિયાન પંચ મહાલ જિલ્લાના મોરાહરફ તાલુકાની વિરણીયા ગ્રામ પંચાયત, દેલોચ ગ્રામ પંચાયત, અમરેલી જિલ્લાની બગસરા તાલુકાની હડાળા તાલુકા પંચાયત અને અમરેલી તાલુકાની સરંભડા ગ્રામ પંચાયત, અને પોરબંદર જિલ્લાની રીણાવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોના નામ અને પ્રતિક છાપકામમાં ક્ષતીનાં કારણે ગઈકાલે મતદાન રદ કરવામા આવ્યુ હતુ. અને આ પાંચેય ગ્રામ પંચાયત માટે આજે પૂન: મતદાન યોજાઈ રહ્યું છે.

ગામના રાજાને પસંદ કરવા માટે ગ્રામીણ જનતામાં મતદાન માટે સ્વયંભૂ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટાભાગના ગામોમાં સવારથી મતદારોની લાંબીલાઈનો લાગી હતી. મતદાનમાં ગ્રામીણ જનતાએ શહેરી મતદારોને પાછળ છોડી દીધા હતા. અને 8686 ગ્રામ પંચાયત માટે સરેરાશ 74.70 ટકા મતદાન થયું હતુ. દરમિયાન આવતીકાલે સવારથી તાલુકા કક્ષાએ મતગણતરી હાથ ધરવામાં આવશે. બેલેટ પેપર થકી મતદાન થયું હતુ. તમામ ગ્રામ પંચાયતોનું પરિણામ આવતા મોડીરાત થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.