Abtak Media Google News

લાઉડ સ્પીકરનો ઉપયોગ માટે પરવાનગી જરૂરી: ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં ત્રણ કરતાં વધુ વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહી

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની સામાન્ય/પેટા ચૂંટણી માટે તા. 19નાં રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી દરમ્યાન ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓ તથા સમર્થકો અને શુભેચ્છકો લાઉડ સ્પીકરનો ઉપયોગ કરે છે. પ્રચાર માટે ઉંચા અવાજે લાઉડ સ્પીકરોના ઉપયોગના કારણે ખુબ જ ધ્વનિ પ્રદુષણ ખૂબ જ થાય છે અને આમ જનતાની શાંતિમાં ખલેલ પડે છે. જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર ઈન્ચાર્જ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ અનિલ કુમાર ગોસ્વામીએ એક હુકમ દ્વારા કેટલાંક પ્રતિબંધો ફરમાવ્યા છે.

જે અન્વયે ચૂંટણી પુરી થાય ત્યાં સુધીના સમયગાળા દરમ્યાન કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને સવારના 0600 કલાકથી રાત્રીના 1000 કલાક સુધી જ થઈ શકશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા કોઈપણ પ્રકારના વાહન પર સક્ષમ અધિકારીશ્રીની નિયમોનુસા2ની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહીં અને 5રવાનગી મેળવેલ વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી / મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પાસેથી તથા મોટર વ્હીકલ એકટ હેઠળ સક્ષમ અધિકારી પાસેથી નિયત નમુનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે તથા વાહન પરમીટના હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી/પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધીત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને ઉપયોગ કરતા પહેલા લેખીતમાં જાણ કરવાની રહેશે. લેખીત પરવાનગી વગર કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો, ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર તથા લાઉડસ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાધનો કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે. કોઈપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના 48 કલાક પહેલાના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.

આ હુકમ સુરેંદ્રનગર જિલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારને લાગુ પડશે તેમજ તા. 24/12/2021 સુધી અમલમાં રહેશે.ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં ત્રણ કરતાં વધુ વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહી

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની સામાન્ય/પેટા ચૂંટણીના મૂક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અનિલ કુમાર ગોસ્વામીએ એક હુકમ દ્વારા ઉમેદવારશ્રીઓ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરી આસપાસના 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ 2 વાહનો તથા કચેરીમાં ઉમેદવારશ્રી સહિત વધુમાં વધુ 3 વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે.

3 થી વધુ વ્યક્તિઓને દાખલ થવા પર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારશ્રીઓ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ 2 વાહનો તથા ઉમેદવારશ્રી સહિત વધુમાં વધુ કુલ ત્રણ વ્યક્તિઓએ દાખલ થવાનું રહેશે. ઉમેદવારોના દરખાસ્ત કરનારાની સંખ્યા 10 હોય તેઓના કિસ્સામાં પણ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર ઉપરાંત બીજી 2 વ્યક્તિઓ એમ કુલ 3 વ્યક્તિ જ દાખલ થઈ શકશે. પરંતુ કોઈ કારણસર દરખાસ્ત મુકનાર બીજા મતદારોને પણ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં દાખલ થવું જરૂરી થાય તો પહેલા બે મતદારો બહાર નિકળે પછી બીજા  બે મતદારો અંદર પ્રવેશી શકશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.