Abtak Media Google News

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જનરલ મેનેજર, કર્મચારીઓ, સભાસદોને અભિનંદન પાઠવતા યુવા કિસાન નેતા જયેશ રાદડિયા

રાજકોટ ડિસ્ટ્રિક્ટ  કો.-ઓપ બેંકને નમૂનેદાર કામગીરી બદલ રાષ્ટ્રીય લેવલે બે એવોર્ડ એનાયત થયાં છે. આરડીસી બેંકને દેશ લેવલે ઝળકાવવા બદલ યુવા કિસાન નેતા જયેશ રાદડિયાએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જનરલ મેનેજર, કર્મચારીઓ, સભાસદો તમામને અભિનંદન પાઠવ્યા છે. જિલ્લા બેંક વર્ષોથી સભાસદોની ઉન્નતી માટે કાર્ય કરતી આવી છે અને સફળતાના અનેક સોપાનો સર કર્યા છે.

ત્યારે આરડીસી બેંક તાજેતરમાં બે એવોર્ડ મેળવી યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેર્યું છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંક લિ.ને સમગ્ર દેશમાં નમુનેદાર કામગીરી બદલ રાષ્ટ્રીય લેવલની સંસ્થા”બેન્કિંગ ફ્રન્ટિયર” તરફથી સમગ્ર દેશ લેવલે “ધી બેસ્ટ કો-ઓપરેટિવ બેંક” તેમજ “ધી બેસ્ટ ડિજિટલ બેંક” એમ બે એવોર્ડ મળેલ છે.

જે બદલ જીલ્લા બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટરો તેમજ જનરલ મેનેજર તથા બેંક અને મંડળીના તમામ કર્મચારીઓ તેમજ ખેડુત સભાસદો અને રાજકોટ તેમજ મોરબી જિલ્લાના તમામ સહકારી પરિવારને બેંકના ચેરમેન અને યુવા કિસાન નેતા જયેશ રાદડીયાએ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.