ભગુડા મોગલધામ ખાતે ૨૬માં પાટોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટયા

મહુવા તાલુકાનાં ભગુડા મોગલધામ ખાતે ૨૬ માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોગલમાં ના દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. અને મંદીરમાં સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી પહોંચ્યા હતા. અને મોગલ ધામને ફુલહાર તેમજ સીરીઝ અને લાઈટોથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો.

૨૬ માં પાટોત્સવ નિમિત્તે લોક ડાયરો તેમજ સન્માનિત કાર્યક્રમનુ પણ આયોજન કરાયું હતું. અને ગુજરાતના નામાંકિત કલાકાર કીર્તીદાન ગઢવી, જીગ્નેશ બારોટ, માયાભાઈ આહિર સહીત કલાકારો લોક ડાયરામાં હાજર રહ્યા હતા.

ડાયરામાં પૈસાનો વરસાદ કરાયો હતો. અને પુજ્ય મોરારીબાપુ સહીત સંતો મહંતો અને રાજકીય આગેવાનો સહીત લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને લોક ડાયરાની મોજ માણી હતી. અને ગયાં વર્ષે કોરાના સંક્રમણને કારણે સાદગી પૂર્વક ઉજવણી કરાઈ હતી. ત્યારે આ વર્ષે સરકાર દ્વારા ધાર્મિક કાર્યક્રમોમા છુટ-છાટ આપતાં મોગલમાં ના ૨૬ માં પાટોત્સવની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી હતી.