Abtak Media Google News
  • સ્વ.મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિએ શ્રધ્ધાસુમન પાઠવવા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને ભવ્ય સંતવાણી
  • થેલેસેમીયાગ્રસ્ત દર્દી અને ગોંડલ તાલુકાની ગૌ-શાળાના લાભાર્થે સેવાકીય કાર્ય
  • અનિરૂધ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાએ સદકાર્યમાં જોડાવવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું

ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના મોભી સ્વ.મહિપતસિંહ જાડેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રીબડા ખાતે આર.એ.આર ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને ગોંડલ તાલુકાની ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.મહિપતસિંહ જાડેજાના પુત્ર અને સામાજીક આગેવાન અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

ગોંડલ તાલુકાનાં રીબડા ખાતે તા.1 ફેબ્રુઆરીનાં માજી ધારાસભ્ય અને ક્ષત્રીય અગ્રણી સ્વ.મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમીતે આર.એ.આર. ફાઉન્ડેશનનાં પ્રણેતા રાજદીપસિંહ અનિરુધ્ધસિહ જાડેજા દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. એકત્રીત રક્ત થેલેસેમિયા પીડિત દર્દી ઉપરાંત ગંભીર બિમારી ધરાવતા દર્દીઓને  વિનામુલ્યે અપાશે. આ નિમીતે તાલુકાની તમામ ગૌશાળાનાં લાભાર્થે રાત્રીનાં મહિરાજ બજરંગબલી મંદિર રીબડા ખાતે લોકડાયરાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ગધેથડ ગાયત્રી આશ્રમનાં સંત પુ.લાલદાસબાપુ, પુ.રમેશભાઈ ઓઝા, પરબધામનાં પુ.કરશનદાસબાપુ, ચાપરડાનાં પુ.મુકતાનંદબાપુ, પુ.ઇન્દ્રભારથી બાપુ, પુ.શેરનાથબાપુ, પુ.જીજ્ઞેશદાદા, પુ. રાજેન્દ્રદાસબાપુ, નૌતમ સ્વામી, વિવેકસાગર સ્વામી, કંચનર્માં (મઢડા) દેવલર્માં, બેલીર્માં, રૂપલર્માં અને જાહલર્માં સહીતના અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહેનાર છે.

રીબડા ખાતે યોજાનાર મહા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી જનસેવા કાર્યમાં સહભાગી બનવા રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા,અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજા, મેહુલસિંહ રામદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ મહાવીરસિંહ જાડેજાએ યાદીમાં જણાવાયું છે. મહારકતદાન કેમ્પમાં જોડાવા માટે રક્તદાતાઓમાં ભારે જુવાળ જોવા મળી રહ્યો છે. રક્તદાન માટે રાહ જોવી ન પડે અને વ્યવસ્થા સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે રક્તદાતાઓ રજિસ્ટ્રેશન મોં. 78480  00007 તથા મો. 77248 07777  ઉપર નામ નોંધાવવા આયોજકોએ જાહેર અનુરોધ કર્યો છે. છેલ્લા 18 વર્ષ થી રક્તની વિનામુલ્યે રાજકોટ જીલ્લામાં સેવા આપતા રીબડાના જાડેજા પરિવારે હવે પોતાના પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પણ મહારક્તદાન કેમ્પ અને ગોંડલ તાલુકાની તમામ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગોંડલના રીબડા ખાતે યોજાઈ રહેલા કેમ્પ અને ભવ્ય લોકડાયરામાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતની તમામ જાહેર જનતાને કાર્યમાં સહભાગી થવા ઉપરાંત ડાયરાની સંગત માણવા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

છેવાડાના માનવીને સરકારી લાભ મળે તેવા પ્રયાસ: રાજદીપસિંહ જાડેજા

Mega Blood Donation Camp And Grand Santwani On February 1 At Ribada
Mega Blood Donation Camp and Grand Santwani on February 1 at Ribada

આર.એ.આર. ફાઉન્ડેશનના પ્રેણતા રાજદીપસિંહ જાડેજા દ્વારા આર્થિક રીતે નબળા છાત્રોને શૈક્ષણિક મદદ, ગૌશાળા ઉપરાંત પશુ-પક્ષીઓ માટે વિવિધ સેવા પ્રવૃતિઓ, મેડિકલ ચેકઅપ કેમ્પ પર્યાવરણ જતન યુવાનોમાં દેશપ્રેમ જાગૃત બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છ ભારત અભિયાન જેવી કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયાસો આર.એ.આર.ફાઉન્ડેશન દ્વારા પ્રયોજવામાં આવે છે. રાજદીપસિંહ જાડેજા દ્વારા કોરોનાની મહામારીમાં આર્થિક જરૂરિયાત મંદ લોકોની વ્હારે આવ્યા હતા તેમજ સામાજીક ક્ષેત્રે પોતાનું સેવાકીય કાર્ય કરી યોગદાન આપી રહ્યા છે.

સદ્કાર્ય કરી બાપુને સાચી શ્રધ્ધાંજલિ અર્પી: અનિરૂધ્ધસિંહ જાડેજા

Mega Blood Donation Camp And Grand Santwani On February 1 At Ribada
Mega Blood Donation Camp and Grand Santwani on February 1 at Ribada

ક્ષત્રિય સમાજના આગેવાન અને સામાજીક અગ્રણી અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા પોતાના પિતા સ્વ.મહિપતસિંહ જાડેજાના વિચારોનો અમલ તે સાચી શ્રધ્ધાંજલિ છે, સ્વ.મહિપતસિંહની યાદમાં ગોંડલ ગ્રામ્ય પંથકના વૃદ્વોને જાત્રા કરાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું ત્યારે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ થેલેસેમિયામાં ગ્રસ્ત અને ગંભીર દર્દીઓને બ્લડ પુરૂં પાડવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઇતિહાસના પાને ક્ષત્રિયોના ગૌરક્ષા કાજે આજેપણ પાળીયા પુજાઈ રહ્યા છે ત્યારે રીબડાના દાનવીર અનિરૂદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને તેમનો પરિવાર રક્તદાન ગાયો માટે દાન ગરીબ પરિવારોને આર્થિક અનુદાન સહિતના અનેક કાર્યક્રમો યોજી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.