Abtak Media Google News

ત્રણ સ્‍થળોએથી કાર્ડ મેળવી શકાશે

ભારત સરકાર દ્વારા ગરીબ પ્રજાજનોને શ્રેષ્‍ઠ આરોગ્‍ય સેવાઓ મળી રહે તે માટે અતિમહત્‍વકાંક્ષી યોજના ‘‘આયુષ્‍માન ભારત યોજના-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના‘‘ અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના હેઠળ સેવાઓ આપની ખાનગી તથા સરકારી દવાખાનાઓનો લાભ મળી રહે તે માટે CSC-C-GOVERNENANCE LTD. તથા જિલ્‍લા હેલ્‍થ સોસાયટી સુરેન્‍દ્રનગરના સહયોગથી જિલ્‍લામાં ત્રણ સ્‍થળોએ PAMJAY કાર્ડ મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

જેમાં સુરેન્‍દ્રનગર ખાતે ભરતસિંહ ડોડીયા, દિવ્‍યરાજ મોબાઈલ, પોલીસ સ્‍ટેશન સામે, ટાવર પાસે, થાનગઢ ખાતે નીરવ જાની, સંજીવની કોમ્‍પલેક્ષ, પહેલો માળ, ચોટીલા રોડ ખાતે અને ખારાધોડા ખાતે અસલામ દિવાન, જીન ઓનલાઈન સર્વિસ, મંગલમુર્તિ કોમ્‍પલેક્ષ પાટડી ચાર રસ્‍તા, ખારાધોડા રોડ ખાતેથી PMJAY કાર્ડ કઢાવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.