Abtak Media Google News

સિમ મારફત પતંજલિ પ્રોડક્ટસ પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે.

યોગગુરુ બાબા રામદેવે હવે ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી છે. રવિવારે એક ઇવેન્ટમાં બાબા રામદેવે એક સિમ લોન્ચ કર્યું હતું. તેને `સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ’ નામ આપ્યું છે. તેને પતંજલિ અને ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)એ મળીને લોન્ચ કર્યું છે. જોકે, આ સિમ હાલ તો પતંજલિના કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ છે. તેમાં 144 રૂપિયાનું રીચાર્જ કરવા પર યુઝરને 2 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ સાથે સિમ મારફત પતંજલિ પ્રોડક્ટસ પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે.

આ સિમમાં માત્ર રૂ.144નું રીચાર્જ કરવા પર યુઝરને દેશભરમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ સાથે 2GBz ડેટા 100 SMSની સુવિધા પણ યુઝર્સને મળશે.આ સિમને હાલ પતંજલિના કર્મચારીઓ માટે લોન્ચ કરવામાં આવી છે. પરંતુ જ્યારે તેને બધા માટે લોન્ચ કરવામાં આવશે ત્યારે આ સિમ કાર્ડ મારફત પતંજલિ પ્રોડક્ટસ પર 10 ટકા છૂટ પણ આપવામાં આવશે.એટલું જ નહિ, આ સિમનો ઉપયોગ કરનાર યુઝર્સને 2.5 લાખ રૂપિયા સુધીનો મેડિકલ ઇન્શ્યોરન્સ અને 5 લાખ રૂપિયા સુધી લાઇફ ઇન્શ્યોરન્સ પણ મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.