Abtak Media Google News

બાબા રામદેવની કંપની પતંજલિ કમ્યુનિકેશને સિમ બાદ મૈસેજિંગ એપ ‘કિમ્ભો’ (Kimbho App) લોન્ચ કરી છે. બીએસએનએલ ની સાથે મળીને સિમ કાર્ડ લોન્ચ કયા બાદ બાબા રામદેવ શોસિયલ મીડિયા પર ધમાલ મચાવાવ તૈયાર થયા છે. કારણકે બાબા રામદેવે Whats Aap ને પણ ટક્કર આપે તેવી આ ‘કિમ્ભો’ એપ લોન્ચ કરી છે.

શું આપ જાણો છો આ ‘કિમ્ભો’ શબ્દ ક્યાથી આવ્યો અને એનો મતલબ શું થાય…? કિમ્ભો શબ્દ એ મૂળ ‘સંસ્કૃત’ શબ્દ છે અને તેનો ગુજરાતીમાં મતલબ ‘કેમ છો’ એવો થાય છે. અને આ શબ્દનો ઉપયોગ ખબર પુછવામાં વપરાય છે. આ ‘કિમ્ભો’ એપની ટેગલાઇન ‘અબ ભારત બોલેગા’ રાખવામાં આવી હતી.

Kimbho-Aap
kimbho-aap

જાણો શું છે આ એપમાં ખાસ …

આ એપ ને લઈને બાબા રામદેવે દ્વારા કોઈ શોસિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી નથી અને આ એપ ગૂગલ પ્લેસ્ટોર પર ફ્રીમાં ડાઉનલોડ કરી સકાશે. આ એપ દ્વારા Whats Aap ની જેમ વોઇસ કોલ, વિડીયો કોલ પણ કરી સકો છો આ ઉપરાંત આ એપ દ્વારા તમે તમારા દોસ્તો, પરિવાર….. બધા સાથે ટેક્સ મેસેજ, મૈસેજ ચેટ, વિડીયો, ફોટો, વગેરે એકબીજાને શેર કરી શકો છો. આને આ એપ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.Kimbho-App

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.