Abtak Media Google News

તાજેતરમાં અખાતી દેશો પ્રથમ પરંપરાગત શૈલીના હિન્દુ મંદિરનો વેદોકત ભૂમિપુજન કાર્યક્રમ વિધિવત સંપન્ન થયો હતો. આ મંદીરનું નિર્માણકાર્ય સંભાળી રહેલા બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત ઇશ્ર્વરચરણદાસ સ્વામીના હસ્તે હજારો ભકતોની ઉ૫સ્થિતિમાં દુબઇ- અબુધાબી રાજમાર્ગ પર અબુ મુરૈકા ખાતે હજારો ભકતો પણ આ વિધિમાં સામેલ થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દુબઇના વિખ્યાત ઓપેરા હાઉસ ખાતે ૧૮૦૦ થી વધુ મહાનુભાવોની મેદનીવચ્ચે શિલાપૂજનમાં ભાગ લેતા મંદીરની પ્રતિકૃતિનું વિધિવત ઉદ્દધાટન કર્યુ હતું. આરબ દેશોના પ્રતિક રુપ ખજુરીના વૃક્ષપર્ણો વચ્ચે મુકાયેલી આ શિખરબઘ્ધ મંદિરની આ મોડેલ બે સંસ્કૃતિઓ વચ્ચેની સદભાવનાનું અનોખું દર્શન બની રહ્યું હતું. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે કદાચ કેટલાંક દશકો પછી ભારત અને અખાતી દેશો વચ્ચે આવો ઉંડો અને વાઇબ્રન્ટ સંબંધ બંધાયો છે.

અખાતી દેશોના ૩૦ લાખથી વધુ ભારતીયો અહીંની  વિકાસયાત્રામાં ભાગીદાર બન્યા છે. અખાતી દેશોના શાસકોએ અહીં ભારતીયોને પોતાના બીજા ઘર જેવું ઉત્તમ વાતાવરણ પુરુ પાડયું છે. તે બદલ હું તેમનો આભારી છું. જયારે ૨૦૧૫માં અબુધાબીના ક્રાઉન પ્રિન્સને મળવાનું થયું ત્યારે તેમણે આ મંદીરની વાતને આગળ ધપાવી હતી. હું તેમનો આભાર વ્યકત કરું છું. આ મંદીરનું નિર્માણ સદભાવનાના સેતુ પર થઇ રહ્યું છે. મંદીર માનવતા અને સંવાદિતાનું એક માઘ્યમ અને ઉદ્દિપક છે. ભારતની આગવી ઓળખ બનશે. અહીંના શાસકોએ ભારત પ્રત્યે સન્માન દર્શાવ્યું છે અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાનું ગૌરવ કર્યુ છે.

ગઇકાલે વહેલી સવારે અબુ મુરૈકા ખાતે ભૂમિપૂજન વિધિ આરંભાળ હતી આરબ ભુમિ પર વૈદિક મંત્રોના ગાન વચ્ચે વાતાવરણ અત્યંત પવિત્ર અને સદાસ્મપીય બની રહ્યું હતું.

શિલાપુજન અને ભુમિ પુજન વિધિ સંપન્ન કરીને બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત ઇશ્ર્વરચરણદાસ સ્વામીએ આશીવચન ઉચ્ચારતા કહ્યું હતું કે,  બ્રહ્મસ્વરુપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અનુસાર આ મંદીર પૂજય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં રચાઇ રહ્યું છે. જે આરબ દેશોમાં ભારતીય સંસ્કૃતિ, સંવાદિતા, મૈત્રી અને ઉદાર સેવા ભાવનાઓનું એક ધબકતું કેન્દ્ર બનશે. ૨૦૨૦ સુધીમાં આ મંદીરનું નિર્માણ કાર્ય સંપન્ન થઇ જાય તેવી સંભાવના છે. અખાતી દેશોમાં પથ્થરમાંથી નિર્મિત પરંપરાગત શૈલીનું આ પ્રથમ હિન્દુ મંદીર ભારતમાં ઘડતર પામશે અને અબુધાબી ખાતે તે પથ્થરો દ્વારા જીગ્સો પઝલની જેમ મંદીરની રચના સંપન્ન થશે.

વિશ્ર્વભરમાં પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી અક્ષરધામ જેવા મહામંદીરોની રચના કરનાર બી.એ.પી.એસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા રચાઇ રહેલા મંદીરના આ વિધિવત પ્રારંભથી ભારતીયોમાં ખુશાલી પ્રવર્તી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અબુધાબી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉ૫સ્થિતિમાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ અલ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન અને પૂ. ઇશ્ર્વરચરણ સ્વામી તથા પૂજય બ્રહ્મવિહારી સ્વામીની વિધિવત મુલાકાત યોજાઇ હતી. આ પ્રસંગે મંદિરની યોજના સમજાવતાં વિશિષ્ટ પ્રકલ્પને માણીને તેઓ પ્રભાવિત થયા હતા. સંતોએ ભારતીય પરંપરા મુજબ અમૃતકળશ અર્પીને તેમનું અભિવાદન કર્યુ હતું. ક્રાઉન પ્રિન્સે આ મંદીરના નિર્માણ બદલ હર્ષ વ્યકત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.