Abtak Media Google News

વેલેન્ટાઈન વિક બાદના દિવસો સાંભળીને કદાચ તમને હસવું આવશે. ૧૫ ફેબ્રુઆરીના રોજ સ્લેપ ડે, અને ૧૬મી ફેબ્રુઆરીના રોજ કિક ડે ઉજવવામાં આવે છે. આપણા માટે આ એક મસ્તીની બાબત કહેવાય પરંતુ એક ગર્ભવતી માતા માટે આ એક આનંદની અને ઉત્સાહની ક્ષણ કહેવાય જયારે બાળક તેને પ્રથમ વખત લાત માટે એટલે કે પ્રથમ વખત કિક કરે. તો ચાલો જાણીએ બાળકની કિક અને ગર્ભવતી માતાના અહેસાસ વિશે જે ફક્ત એક સ્ત્રી જ મહેસુસ કરી શકે છે.

ગર્ભાવસ્થા એક સ્ત્રીના જીવનની સૌથી સુંદર અવસ્થા કહેવાય જેમાં તે એક નવજાતને પોતાના ગર્ભમાં ૯ મહિના ઉછેરશે અને એક માતા બનાવાનો સૌભાગ્ય પ્રાપ્ત કરશે. એમાં પણ જે ક્ષણની એક માં આતુરતાથી રાહ જુએ છે એ છે એની અંદર ઉછરી રહેલા બાળકની પેહલી કિક, જેનો આભાસ થતા જ એ ખુશીથી જુમી ઉઠે છે, આ એક જ એવી કિક છે જે અનુભવવાથી એક સ્ત્રીની આંખો અમીથી ઉભરાય છે.

બાળક માતાના પેટમાં કિક અથવા તો લાત મારે છે તેને ક્વિકનિંગ કહેવામાં આવે છે. ક્વિકનિંગના કારણે ઘણી વખત માતાને પીડા પણ સહન કરવી પડે છે. મોટાભાગની સ્ત્રીઓને ગર્ભાવસ્થાના 17માં 22માં સપ્તાહમાં ગર્ભમાં બાળકની પ્રથમ લાત લાગે છે. ખાસ કરીને જયારે મહિલાના આરામના સમયે અથવા તો સુવાના સમયે તે કિક મારે છે અને ગર્ભમાં ફરે છે. આં પ્રક્રિયામાં ફક્ત માતા અને બાળક બન્ને જોડાયેલા હોય છે. એટલે જ કહી શકાય છે માતા પોતાના બાળકને સૌથી વધુ ૯ મહિના પહેલાથી જ ઓળખતી હોય છે. ક્વિકનિંગ કરવાથી આ દરમિયાન બાળકના હાડકા અને સાંધા આકારમાં આવવા લાગે છે અને મજબુત પણ બને છે. તો ચાલો જાણીએ એવી મુવમેન્ટ વિશે જે ફક્ત માતા અને બાળકને જ ખબર હશે.

1- સગર્ભાવસ્થાના પ્રારંભમાં, બાળક હલનચલન કરવાનું શરૂ કરે છે, શરીરને એક બાજુ ફેરવે છે. ઘણી વાર માતા અને બાળક બન્ને વાતો કરતા હોય છે તે અહેસાસ ફક્ત માતા જ કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે સુભદ્રા અને અભિમન્યુ. અર્જુન અને સુભદ્રાનો પુત્ર જયારે માતા સુભદ્રાના ગર્ભમાં ઉછેર પામતો હતો ત્યારે સુભદ્રાના ભાઈ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ તેણીને ભીષ્મ પિતામહ દ્વારા બનાવામાં આવેલા ૭ કોઠા કેવી રીતે પાર કરવા તે બાબતે જ્ઞાન આપતા હતા. ત્યારે સુભદ્રાએ લીધેલું બધું જ જ્ઞાન અભિમન્યુ પાસે હતુ અને તે મહાભારતનો એક અભિન્ન ભાગ બન્યો હતો.

2- જેમ જેમ બાળકના સ્નાયુઓ વિકસિત થાય છે, તે તેમને વળાંક આપવા અને ફેલાવવાનું શરૂ કરે છે. તમે શું ખાવ છો કેવું ખાવ છો તેની પ્રતિક્રિયા પણ બાળક કિક મારીને આપશે. જ્યારે પણ મસાલેદાર અથવા તીખી વસ્તુઓ ખાઓ છો ત્યારે પેટમાં આંચકો લાગે છે, તો શક્ય છે કે તમારા બાળકને મસાલેદાર ખોરાક ન ગમે. બાળકને ખોરાકનો સ્વાદ ગમ્યો હોય. બાળક તેનો વધુ સ્વાદ લેવા માટે કિક કરી શકે છે.

3- જ્યારે બાળકની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બને છે, ત્યારે તેને હેડકી આવવા લાગે છે. સામાન્ય રીતે આ પ્રથમ ત્રિમાસિકથી જ શરૂ થાય છે. પરંતુ પછી હેડકીની ખૂબ જ હળવી પ્રકૃતિને કારણે, તે શોધી શકાતી નથી. સામાન્ય રીતે સ્ત્રીઓને બીજા ત્રિમાસિકમાં હેડકી લાગે છે. ક્યારેક બાળકની હેડકી પણ લાતો જેવી લાગે છે.

4- 10મા અઠવાડિયામાં, ગર્ભ તેનું માથું ખસેડી શકે છે. તેના ચહેરાને સ્પર્શ કરવા અને તેના જડબાને ખોલવા માટે પહોંચી શકે છે. પેટની હલનચલન અનુભવવાનો અર્થ માત્ર લાત મારવી એવો નથી. જ્યારે બાળક હેડકી કરે છે ત્યારે માતાને પેટમાં લાત પણ લાગે છે. જો તમને 30 સેકન્ડથી વધુ સમય માટે પેટમાં ધીમી અને લયબદ્ધ લાતો લાગે છે, તો સંભવ છે કે બાળકને હેડકી આવી રહી છે.

5- જેમ જેમ બાળક મોટું થવા લાગે છે, તે લાંબા કલાકો સુધી સૂવાનું શરૂ કરે છે. આ જ કારણ છે કે ત્રીજા ત્રિમાસિકમાં તેની હિલચાલ ઓછી થવા લાગે છે.

6- સગર્ભાવસ્થાના 22મા અઠવાડિયામાં, બાળક ગર્ભાશયમાં પહોંચતા પ્રકાશ પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે અને 23મા અઠવાડિયાની આસપાસ, તે બહારના અવાજો અને અવાજો સાંભળવાનું શરૂ કરે છે. તે પણ તે મુજબ આગળ વધે છે.

7- પ્રેગ્નન્સીના છેલ્લા સ્ટેજમાં પહોંચીને હવે બાળક પાસે હલનચલન કરવા માટે જગ્યા ઓછી છે. તેથી જ તેની હિલચાલ હવે નાની થઈ ગઈ છે, પરંતુ તમે તેની ધ્રુજારી અનુભવશો.

ઉપરોક્ત માહિતી મુજબ એક માતા બાળકની કિકને મહેસુસ કરે છે અને સમજે છે કે બાળક શું પ્રતિક્રિયા કરી રહ્યું છે. ૯ મહિના બાળકને ઉછેર્યા બાદ માતા માટે એક દિવસ એવો પણ આવે છે જયારે તે પોતાની અંદર વિકસિત થતી નવજાતને બધા સાથે વહેંચવું પડશે. ત્યારસુધી તેણીનો એકનો જ હક હતો હવે ઘરના બધા જ સભ્યો તેના પર હક જતાવશે. સાચે જ કહી શકાય કે એક દીકરી, એક સ્ત્રી, એક માતા જન્મથી જ પોતાના પ્રિયજનો માટે બલિદાન આપી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.