Abtak Media Google News

ફરસાણના વેપારી સાથે પરપ્રાંતીય યુવતિ લગ્ન કરી  રૂ.1.85 લાખ રોકડ  સહિત મત્તાની કરી ઠગાઈ પાંચ સામે ફરિયાદ

જામનગર જિલ્લામાં અવરનવાર લુંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવતા હોય છે. આવી સ્થિતિ વચ્ચે વધુ એક લુંટેરી દુલ્હનનો કેસ સામે આવ્યો છે. જેમાં જોડીયાના બાલંભા ગામમાં રહેતાં અને ફરસાણના ધંધા સાથે સંકળાયેલા યુવાનના નાગપુરની યુવતી સાથે લગ્ન કરાવી દેવાના નામે યુવાનને આંબા આંબલી બતાવવા આવી હતી. ત્યારબાદ દેખાડા ખાતર લગ્ન કરી યુવતી દાગીના, રોકડ સહિતનો મુદામાલ લઇને રફુચક્કર થઈ ગઈ હતી. આ મામલો સામે આવતા યુવાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં ભેસદડના દંપતી અને નાગપુરની યુવતીઓ સહિત પાંચ સામે ફરિયાદ ઉઠતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જોડીયા તાલુકાના બાલંભા ગામના નિલેશ ભગવાનજીભાઇ કાચા નામનો 42 વર્ષીય યુવાન ફરસાણ નો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જે લૂંટરી દુલહનનો ભિગ બન્યો હોવાનું સામે આવ્યું છે. જે મામલે જોડીયા પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્રના નાગપુરમાં રહેતાી માલાબેન, હાલ ભેસદડની આરતી નિતેશ ચોટલીયા, ભેસદડના નિતેશ ઉર્ફે મિતેશ ચોટલીયા, નાગપુરની નિશાબેન અને રેખાબેન આ પાંચની વિરુઘ્ધ ફરિયાદ નોંધાઇ છે. જેમાં યુવાન નિલેશભાઇ જણાવેલ વિગત અનુસાર ભેસદડના દંપતી, નાગપુરની બે મહિલાએ સાથે મળીને લગ્ન કરાવી દેવાની લાલચ દીધી હતી બાદમાં યુવાને મંજૂરી દાખવતા નાગપુરની માલાબેન સાથે લગ્ન કરાવી દીધા હતા, એ પછી માલા ફરીયાદી પાસેથી 1.85 લાખ તથા પગના ચાંદીના સાંકળા અને નાકના પહેરવાના સોનાના બે દાણા લઇ વિશ્ર્વાસઘાત કર્યો હતો.

જોડીયા પોલીસે નિલેશભાઈ ની ફરિયાદને આધારે આરોપી માલાબેન, આરતીબેન, નિતેશ ઉર્ફે મિતેશભાઇ,  નિશાબેન અને રેખાબેન સહિતના  સામે કલમ 406, 120 બી મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.