Abtak Media Google News

બાલાસિનોર સમાચાર

 

બાલાસિનોર ટાઉન પોલીસ દ્રારા બાલાસિનોર વિરપુર રોડ ઉપર આવેલ સલીયાવડી પાટીયા પાસે ભારતીય બનાવટનો વિદેશીદારૂ/બીયર ભરેલ ફોર વ્હીલ કાર સહિત કિમત ગ.૨,૨૫,૪૪૦/- નો મુદ્દામાલ પકડી પડાયો છે .  ટાઉન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ,પંચમહાલ ગોઘરા રેન્જ તથા પોલીસ અધિક્ષક ,જયદીપસિંહ જાડેજા સાહેબ મહીસાગર જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી,પી.એસ.વળવી સાહેબ, લુણાવાડા જીલ્લામાં પ્રોહીબીશન/જુગારનાં કેસો કરવાની ડ્રાઇવ ચાલતી હતી .

પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.ડી.ભરવાડ સાહેબ ,  બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં અધિકારી તેમજ કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા તથા જુગારની પ્રવૃતિ ચાલતી સંભવિત જગ્યાઓ તથા પ્રોહી બુટલેગર ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના કરેલ છે .

પોલીસ સ્ટાફ સાથે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીગ દરમ્યાન ગધાવાડા ગામના પાટીયા પાસે વાહન ચેકીગમાં હતા.તે દરમ્યાન ઇક્કો ગાડીનો ચાલક તેની ગાડીમાં વિરપુરથી બાલાસિનોર તરફ આવતા રોડ આવતા જે ગાડીને અટકાવી તેમાં તપાસ કરતા પાસ પરમીટનો ભારતીય બનાવટનો પર પ્રાન્તીય વિદેશી દારૂના બીયર ટીન કુલ  નંગ-૨૧૨ કીમંત રૂપિયા ૨૫,૪૪૦/- તથા ઇક્કો ગાડીની કીંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ।. ૨,૨૫,૪૪૦ /- ના મુદ્દામાલ ભરી જે મુદ્દામાલ તથા વાહન મુકી આરોપી નાશી જઇ ગુન્હો આચરેલ હોય છે .  મુદ્દામાલ પકડી પાડી ઉપરોકત તમામ ઇસમો વિરુધ્ધ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ઘરવામાં આવેલ છે.

દીપક ઠાકોર

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.