Abtak Media Google News

નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેત પેદાશ લાવી શકાશે નહી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજથી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ આજ સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદની આગાહી વચ્ચે રાજકોટ માકેટીંગ યાર્ડમાં પણ જણસી ન લાવવા જાહેરાત કરવામાં આવી છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અને ખેડુતોનો માલ પલળે નહિ. તે હેતુથી આજથી જ કોઇપણ જણસી યાર્ડમાં જ લાવવા પર પ્રતિબંધ મુકાયો છે. હાલ નવી મગફળી, કપાસની આવક થઇ રહી હોય ત્યારે આ તમામ ખેતપેદાશો પલળે નહી અને ખેડુતોને નુકશાની વેઠવી પડે નહિ તે આ નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત જયાં સુધી જણસી લાવવા માટેની અન્ય નવી કોઇ જાહેરાત કરવામાં ન આવે ત્યા સુધી જણસી ન લાવવા સુચના અપાઇ છે. જો સુચનાનું પાલન કરવામાં નહી આવે કે પ્લેટફોર્મ પર માલ ઉતારાશે તો તે માલ જે તે પેઢીનાજોખમે દુકાને ઉતારવાનો રહેશે. હાલ માત્ર અત્યાર સુધીના પડતર પડેલા માલની જ હરરાજી કરવામાં આવશે. જેની તમામ ખેડુતો એજન્ટ મિત્રો, લાગતા વળગતાઓને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.