Abtak Media Google News

બેન્કના કુલ ૨૨૫ લોકરોમાંથી ૩૦ની ચોરોએ કરી સફાઈ

મોંઘવારીની મહામારીમાં લૂંટ અને ચોરીના કિસ્સાઓ વાયુવેગે વધી રહ્યા છે. ત્યારે મોટામાં મોટી લૂંટ કરવા માટે ચોરોએ મુંબઈના ખીચોખીચ વિસ્તારમાં ટનલ ખોદી કાઢી, જુઈનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં લૂંટ કરવા ખાતરપાડુઓએ ૫૦ ફીટની ટનલ બનાવી ૨૭ લોકરમાંથી ધરેણા અને પૈસાની ચોરી કરી હતી આ ઘટનાની જાણ સોમવારના રોજ બેંકનાં કર્મચારીને તુટેલા લોકર જોઈને ખબર પડી હતી.

જોકે ચોરી થયેલા દાગીનાની કિંમતની ગણતરી કરવાની હજુ બાકી છે. બેંક સુધી પહોચતા માટે નજીકની ભાડે આપેલી દુકાન પાસેથી ટનલ ખોદવાનું તેમણે શ‚ કર્યું હતુ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ચોરોએ પાંચ દુકાનો જેટલી ટનલ બેંક સુધી પહોચવા ખોદી હતી. મુંબઈ પોલીસ કમિશ્નરનું હેમંત નગ્રાલેનું કહેવું છે જે તેમણે જયાંથી ખોડવાનું શ‚ કર્યુ તે દુકાન મેં મહિનાથી તેમણે ભાડે રાખી હતી બેંકનાં કુલ ૨૧૬ લોકરોમાંથી તેમણે ૩૦ લોકર તોડયા હતા.

ચોરી થયેલા મુદા માલની પૂરી કિંમતની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ પોલીસની ટીમો આ ઘટના મામલે હાલ વધુ તપાસ હાથ ધરી રહી છે. જેની ફરિયાદ નોંધણી સનપાડા પોલીસ સ્ટેશનમાં વાઈડ કોડ ૧૭૬/૨૦૧૭ યુએસ ૪૫૪, ૪૫૭, ૩૮ સી આઈપીસી હેઠળ કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.