Abtak Media Google News

રાજધાની નવી દિલ્હીમાં આગામી ૨૮મી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ એન્ટ્રેપ્રેનોરશિપ સમિટ (જીઈએસ)નું ઉદ્ઘાટન કરશે: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાન્કા ટ્રમ્પની વિશેષ હાજરી રહેશે: ભારતમાં પ્રથમ વખત આ પ્રકારની સમિટનું આયોજન

ભારત-અમેરિકાની પ્રથમ સમીટમાં ૪૪૦૦૦ ઉધોગપતિઓ ઉમટી પડશે !!! અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ સહિત જી.ઈ.એસ. એટલે કે ગ્લોબલ એન્ટ્રેપ્રેનોર સમિટમાં મોટી સંખ્યામાં વિશ્ર્વસ્તરીય કંપનીઓ ભાગ લેશે.

આગામી તારીખ ૨૮મી નવેમ્બરે દેશની રાજધાની નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ એન્ટ્રેપ્રેનોર સમીટનું ઉદઘાટન કરશે. આમ તો આ ગ્લોબલ એન્ટ્રેપ્રેનોર સમીટની આઠમી એડિશન છે એટલે કે વિશ્ર્વસ્તરે આઠમી વખત યોજાઈ રહી છે પરંતુ ભારતમાં આટલા મોટા પ્રકારનો વૈશ્ર્વિક ઉધોગપતિઓનો મેળો પ્રથમવાર જ મળી રહ્યો છે. ભારત અને અમેરીકાની પ્રથમ સમીટમાં ૪૪૦૦૦ ઉધોગપતિઓ ઉમટી પડશે તેવો અંદાજ લગાવવામાં આવે છે. જે પૈકી અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ મુખ્ય છે.

એવું માનવામાં આવે છે કે નવી દિલ્હી ખાતે ૨૮મી નવેમ્બરે યોજાનારી ગ્લોબલ એન્ટ્રેપ્રેનોર સમીટમાં ઈવાન્કા ટ્રમ્પ ખાસ મુખ્ય મહેમાનપદે હાજર રહેવાના છે એટલે જ આટલી મોટી સંખ્યામાં વિશ્ર્વસ્તરીય કંપનીઓના સીઈઓ (ચીફ એક્સિકયુટિવ ઓફિસર) હાજરી આપવાના છે ? અમેરીકી ડેલીગેશનના પ્રમુખ ઈવાન્કા ટ્રમ્પ છે. તેમનું સૂત્ર છે. ‘વીમેન ફર્સ્ટ, પ્રોસ્પેરીટી ફોર ઓલ’ મતલબ કે મહિલાને પ્રથમ તક છતાં સમૃદ્ધિ બધાને મળવી જોઈએ. આ સૂત્ર પરથી જાણવા મળે છે કે સ્વાભાવિક રીતે જ આ ગ્લોબલ સમીટમાં મહિલા ઉધોગપતિઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

આ સમીટમાં ૧૦૦ દેશોમાંથી વિવિધ કંપનીના સીઈઓ ઉપસ્થિત રહેશે. જયારે ૪૦ દેશોના સ્પીકરો હાજરી આપશે. જેમાં ઓસ્ટ્રેલિયા, એશિયા, અમેરિકા, આફ્રિકા, યુરોપ, આરબ જેવા ખંડ અને ઉપખંડમાંથી રોકાણકારો આવશે. નિષ્ણાંતોના મતે આ આયોજનથી ભારતના અર્થતંત્રને ફાયદો થશે. સમીટ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો પણ હાજરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.