મુંબઇ, પાલઘર, નાસિક અને સુરતમાં ઓરેન્જ એલર્ટ

મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં આગામી 24 કલાક સુધી વરસાદની સંભાવના

કમોસમી વરસાદે ફરી એક વખત લોકોને છત્રી લઈને ઘરની બહાર નીકળવા માટે મજબૂર કરી દીધા છે. મુંબઈમાં બુધવારે વરસાદ વરસ્યો હતો. મુંબઈ, થાણે, પાલઘર જિલ્લામાં રાતથી જ હળવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ગુરુવારે પણ મુંબઈ શહેરમાં ભારે વરસાદની આગાહી કરેલી છે અને વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવેલું છે. મુંબઈથી દહાણૂ સુધી અને રત્નાગિરી સહિતના કોંકણ તટ પર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવેલી છે. મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં આગામી 24 કલાક સુધી વરસાદની સંભાવના છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી મહારાષ્ટ્ર અને ગોવાના દરિયામાં માછીમારી કરવા માટે ન જવાની સલાહ આપી છે. તે સિવાય આગામી 5 દિવસ સુધી દરિયામાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે