Abtak Media Google News

૩૦,૩૦૦ માસ્ક અને પ૦૦૦થી વધુ સેનીટાઇઝરનું વિતરણ

કોરોના મહામારીના વૈશ્વિક પ્રકોપ વચ્ચે અનેકવિધ લોકસેવાઓનો યજ્ઞ આદરીને  મહંતસ્વામીમહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ માનવતાનું એક વધુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભારતમાં કોરોના વાઈરસની આપત્તિ શરુ થઈ ત્યારથી જ વિવિધ સ્તરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ સેવાકીય ગતિવિધિઓનો પ્રારંભ કરી દીધો હતો. ખાસ કરીને લોકડાઉનના ૨૧ દિવસ દરમ્યાન જરૂરીયાતમંદ લોકોને ભોજન, રાશન, તાજાં લીલાં શાકભાજી વગેરે સેવાઓ પૂરી પાડીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ લાખો લોકોની આંતરડી ઠારી છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ ૨૧ દિવસો દરમ્યાન કુલ ૪૭.૮૩ લાખથી વધુ લાભાર્થીની સેવા કરી છે, જેમાં ૨૮,૩૯,૩૭૦ ભોજનથાળીનારાશનનું વિતરણ કરાયું છે, ૧૭,૨૭,૧૯૭ભોજનથાળીનાંતાજાંલીલાં શાકભાજીનું વિતરણ કરાયું છે, તે ઉપરાંત ૨,૧૭,૩૧૮ લાભાર્થીઓને ગરમ ભોજન પહોંચાડ્યું છે. આ ઉપરાંત ૩૦,૩૦૦ વધુ મેડિકલ માસ્ક અને ૫૦૦૦થી વધુ સેનીટાઈઝરનું પણ વિતરણ કર્યું છે.

Whatsapp Image 2020 04 20 At 13C

આ રાહતકાર્ય અમદાવાદ, વડોદરા, સુરત,રાજકોટ, ભાવનગર,મહેસાણા, જામનગર, જૂનાગઢ, હિંમતનગર, નવસારી, ભરૂચ, ગોંડલ, ગાંધીનગર, ધારી, સાંકરી, ઉકાઈ, બોડેલી, નડિયાદ, ધોળકા, બોચાસણ, લીંબડી, વગેરે સહિત ગુજરાતનાં તમામ મુખ્ય શહેરોમાં હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત દિલ્હી, મુંબઈ, જયપુર, નાગપુર, પૂના, સિકંદરાબાદ,ઉદેપુર, ઈન્દોર, જોધપુર, સિરોહી સહિતભારતનાં જુદાં જુદાં રાજ્યોમાંઅનેક શહેરોમાં આ રાહતકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે.સાથે સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહતફંડમાં ૭૨ લાખનું અનુદાન પણ આપવામાં આવ્યું છે.

આ રાહતકાર્યોની સાથે સાથે, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને દર અઠવાડિયે ૩૦ લાખથી વધુ લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન દ્વારા હૂંફ આપવામાં આવે છે, જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ વગેરે સહિત સમગ્ર પરિવારને વિવિધ સ્તરે માર્ગદર્શન આપવામાં આવે છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આ સેવાકાર્યમાં જોડાયેલા એક હજારથી વધુ સંતો અને પાંચ હજારથી વધુ સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે, જેઓ સોશિઅલ ડિસ્ટન્સ, સેનીટાઈઝેશન, માસ્ક વગેરે સહિત તમામ સાવધાનીઓ સાથે સેવા કરી રહ્યા છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં મંદિરો આ લોકસેવાનાં મુખ્ય કેન્દ્રો બન્યાં છે.બી.એ.પી.એસ. સંસ્થાની આ રાહત પ્રવૃત્તિઓ ભારત ઉપરાંતપૂર્વ અને દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને યુરોપ, અમેરિકાનાં ન્યૂજર્સી અને ન્યૂયોર્ક વગેરે રાજ્યો, કેનેડા,ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ વગેરે દેશોમાં પણ વિસ્તરી છે.ઠેરઠેર બી.એ.પી.એસ. સંસ્થાનાં સ્વયંસેવકો તરીકે સેવા આપતા તબીબો તથા મેડીકલ ક્ષેત્રે વિવિધ ફરજ બજાવતા સેંકડો નિષ્ઠાવાન કાર્યકરો કોરોનાની મહામારી વચ્ચે જીવના જોખમે પણ દર્દીઓની સેવાઓમાં જોડાઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે  પ્રમુખસ્વામી મહારાજે દાયકાઓથી આદરેલી લોકસેવાઓના દોરને લંબાવતાં આ સેવાકાર્યો, પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી પર્વે, એમને એક અંજલિ સમાન બની રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.