Abtak Media Google News

સમાજસેવક રત્નાબાપા અને રાજુભાઇ ધ્રુવ વચ્ચે અનેરો લાગણીભર્યો સંબંધ: રત્નાબાપાએ પ૧ હજારનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યાની જાણ વડાપ્રધાનને થતા ટેલીફોનિક વાર્તાલાપ કર્યો

કર્મઠ મુલ્ય સિઘ્ધાતનિષ્ઠ સમાજ સેવક રત્નાબાપાએ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૫૧૦૦૦ ચેક અર્પણ કર્યાની જાણ વડાપ્રધાનને થતા તુરંત જ વડાપ્રધાને રત્નાબાપા સાથે ટેલીફોનીક વાર્તાલાપમાં અગ્રણીઓને યાદ કરાયા હતા અને રત્નાબાપાએ સરકારની કામગીરીની માટે રાજીપો વ્યકત કર્યો હતો તેમ ભાજપ અગ્રણી રાજુ ધ્રુવે યાદીમાં જણાવ્યું છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અતિ અગત્ય ના કામો ના દબાણ અને મહામારી કોરોના સામેની લડાઈ ની તણાવ ભરેલી સ્થિતિ ની વચ્ચે પણ આ મહામારી ના સામના માટે પોતાની મરણમૂડી-જીવન નું સર્વસ્વ સમર્પિત કરનાર પીઢ લોકસેવક ને દિલ્હી થી ટેલિફોન કરી  જૂનાગઢ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, વયોવૃદ્ધ, જીવનની સદીના આરે પહોંચેલા રત્નાભાઇ સાથે વાત કરીને જુની યાદો તાજી કરી. આ વાતચીત દરમિયાન રત્નાભાઇ ના પુત્ર ધનજીભાઈ  એ એવો ઉલ્લેખ પણ કરે છે કે થોડા સમય પહેલાં રાજુભાઇ ધ્રુવ આવ્યા  હતા. રાજુભાઇએ દિલ્હી આવવા માટે પણ કહ્યું. આ ઘટના ખરેખર રસપ્રદ અને ખાસ તો ભાજપની જુના લોકોને સ્મરણમાં રાખવાની પરંપરાનો પુરાવો છે.

દેશમાં આટલા બધા નેતા, કાર્યકરો એની વચ્ચે નરેન્દ્રભાઇએ આ રત્નાભાઇને ફોન કર્યો. રત્નાબાપાએ રુ.૫૧૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો એની જાણ થઇ અને છેક દિલ્હીથી નરેન્દ્રભાઇએ એમને ફોન કર્યો. ગયા વર્ષે સુરેન્દ્રનગરના અગ્રણીના અવસાન સમયે પણ આસામના પ્રવાસ દરમિયાન નરેન્દ્રભાઇએ ફોન કર્યો હતો. આ ભાજપ અને સંઘનું કલ્ચર છે કે જુના વ્યક્તિને ભુલવા ન જોઇએ.

રાજુભાઈ ધ્રુવે આ અંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આટલી વ્યસ્તતા વચ્ચે પણ પ્રેરણારુપ કામ કરનાર લોકોની પીઠ થાબડવાનું ચૂકતા નથી. મોદીજીએ રત્ના બાપાનાં સેવાકીય અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે આટ્લી જૈફ વય આપના જુસ્સાને હું બિરદાવું છું…આપના જેવા  લોકોના કારણે જ આપણી સંસ્કાર પરંપરા ઉજળી બની છે એમ તેમણે ઉમેર્યું હતું  નરેન્દ્રભાઈ મોદીએ રત્નાભાઈની તબીયતની પૃચ્છા કરી તેમના દીર્ઘાયુંની કામના કરતા જણાવ્યું હતું કે, બાપા, આ ઉંમરે પણ આપ આટલું પ્રેરણારૂપ શ્રેષ્ઠ કામ કરો છો. આપને વંદન કરુ છુ. ખુબ ખુબ આભાર અને આપની તબિયતનું ધ્યાન રાખજો. હજી ઘણા વર્ષ જીવવાનું છે. રત્નાભાઈ મનજીભાઈ ઠુમર ૯૯ વર્ષના છે. તેઓ ૧૯૭૫થી ૧૯૮૦ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.