Abtak Media Google News

સાત દિવસ દરમ્યાન યોજાયેલ પ્રમુખ પ્રતિભા પર્વની વિવિધ સ્પર્ધાઓમાં રાજકોટની ૧૫૦થી અધિક સ્કુલોના ૩૦૦૦થી અધિક વિદ્યાર્થીઓએ ભાગ લીધો

વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા ‘પ્રમુખ પ્રતિભા પર્વ’નું આયોજન તારીખ ૨૪/૯ થી ૨૯/૯ દરમ્યાન કરવામાં આવ્યું હતું. આ પ્રમુખ પ્રતિભા પર્વ અંતર્ગતચિત્રસ્પર્ધા, નિબંધલેખન, પ્રશ્નોત્તરી, એકપાત્રીય અભિનય, સમૂહગાન, વક્તૃત્વ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓમાં રાજકોટની ૧૫૦થી વધુ શાળાઓના ૩૦૦૦થી અધિક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Advertisement

17

આ પ્રમુખ પ્રતિભા પર્વને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું જેમાં ધ્રુવ ગ્રુપમાં ધોરણ ૫થી ૭ના વિદ્યાર્થીઓ, પ્રહલાદ્ ગ્રુપમાં ધોરણ ૮ થી ૧૦ના વિદ્યાર્થીઓતેમજ નચિકેતા ગ્રુપમાં ધોરણ ૧૧અને ૧૨ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રત્યેક સ્પર્ધામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સંતનિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી દ્વારા વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ, પ્રામાણિકતા, અને ચારિત્ર્ય જેવા મૂલ્યનિષ્ઠાના પાઠો ચરિતાર્થ કરાયા હતા.

16

પ્રમુખ પ્રતિભા પર્વમાં ભાગ લીધેલ અને શ્રેષ્ઠ દેખાવ કરેલ ૧૫૦ વિજેતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં રાજકોટના મહાનુભાવો તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતા પણ હાજર રહ્યા હતા. આ સમારોહમાં રાજકોટના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને સંતનિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના હસ્તે વિજેતાઓને પારિતોષિક અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. અંતમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ઉપસ્થિત સૌ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

15

આ સન્માન સમારોહમાં માનનીય મેયરશ્રી બીનાબેન આચાર્ય, અનુજાબેન ગુપ્તા, સીમાબેન બંછાનિધિ પાની તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવ નિયુક્ત પ્રમુખ શ્રી ગૌતમભાઈ ધમસાણીયા અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી મનીષભાઈ મડેકા, શ્રી નાથાભાઈ કાલરીયા, શ્રી શિવલાલભાઈ અદ્રોજા, શ્રી વિક્રમસિંહ રાણાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પારિતોષિક અને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

14

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.