Abtak Media Google News

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા પર્વનો શુભારંભ

અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ, એક મહિના સુધી વિવિધ શણગાર સજેલા હિંડોળામાં બિરાજમાન ઠાકોરજીના દર્શન કરશે હજારો ભક્તો-ભાવિકો

પવિત્ર ભારતવર્ષની ભૂમિ ઉપર અનેક ઉત્સવો ઉજવાતા રહ્યા છે.મહાકવિ કાલિદાસે કહ્યું છે કે,ઉત્સવપ્રિયા ખલુ માનવા:! અર્થાત્ મનુષ્યો ઉત્સવ પ્રિય હોય છે.જીવનની યંત્રવત ઘટમાળમાંથી બહાર નીકળી, જીવનનો સાચો અને શાશ્વત આનંદ મેળવવા ભારતના આર્ષદ્રષ્ટા ઋષિવર્યોએ ઋતુ અનુસાર ઉત્સવો ગોઠવ્યા અનેસાથો સાથ ઈશ્વર પ્રત્યેની ભક્તિ અદા કરી શકાય તેનો કેન્દ્રવર્તી વિચાર સેવી તેમણે દિવ્ય ભક્તિમય વાતાવરણનુંસર્જન કર્યું.

Advertisement

૨શ્રાવણ માસનો પ્રારંભ થતાં પહેલાં જ મનુષ્યોમાં પ્રભુ પ્રત્યેની આસ્થા જાગે તે માટે હિંડોળા ઉત્સવ શરૂ થાય છે. વૈદિકકાળથી ભગવાનને ભવ્ય હિંડોળે ઝુલાવી તેમના પ્રત્યે ભક્તિ અદા કરવાનું અનેરું મહાત્મ્ય રહેલું છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ ગોપીજી સાથે હિંડોળે ઝુલતા. ભગવાન સ્વામિનારાયણને પણ સંતો-ભક્તોએ વડતાલમાં કલાત્મક ૧૨ દ્વારના હિંડોળામાં બેસાડી ઝુલાવ્યા હતા. તેઓના આ દર્શન પરથી સંતોએ હિંડોળાના વિવિધ કીર્તનો પણ રચ્યા છે. ભગવાનને બાળ વયે હિંડોળે ઝુલાવવાનું સુખ ફક્ત ભગવાનની માતા યશોદાને, કૌશલ્યાને તથા ભક્તિમાતાને જ મળ્યું છે. પરંતુ આ એક મહિના દરમ્યાન ભગવાન એટલા સુલભ થાય છે કે તેઓ સૌ કોઈના અધિપતિ હોવા છતાં બાળક જેવા થઇ સૌને ઝુલાવવાનો લાભ આપતા હોય છે. ભક્તો જે હિંડોળા રચે છે, તેમાં તેનું હૈયું ઠાલવી, કળા અને કસબ, ધન અને શ્રમ એમાં સિંચે છે. ઠાકોરજીને હિંડોળે પધરાવી પૂજન કરી હાથમાં હિંડોળાની દોરી લઇ ઝુલાવે છે, ત્યારે બધા જ સંકલ્પ શમી જઈને મન અનેહૃદય પરમ તૃપ્તિ પામે છે.

આમ, હિંડોળા ઉત્સવ એટલે હરિને પ્રેમના ઝૂલે ઝુલાવવાનો અણમોલ અવસર. હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિનાં પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર. હિંડોળા પર્વ દરમ્યાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તક સાંપડે છે. આવોહિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ,એક મહિના સુધી મંદિરોમાં ઉજવાય છે.આ સમગ્ર પર્વ દરમ્યાન વિવિધ હિંડોળા રચી સંતો-ભક્તો ભગવાનસ્વામિનારાયણનેહિંડોળે ઝુલાવે છે.

૩

હિંડોળા ઉત્સવમાંથી અનેક પ્રકારના ઉપદેશ-પ્રેરણા સાંપડે છે. જેમ હિંડોળામાં બેસનાર વ્યક્તિએ સાંકળ પકડી રાખવી પડે છે, તેમ જીવનના હિંડોળામાં પણ સંયમ અને સાવધાનીની સાંકળ પકડી રાખવી પડે છે, નહી તો ક્યારે પડી જવાય તેની ખબર ન પડે.

રાજકોટના કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પણ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ભવ્ય હિંડોળાના શણગાર રચવામાં આવ્યા છે. સમગ્ર અષાઢમાસ દરમ્યાન ભક્તો વિવિધ પદાર્થોથી હિંડોળાને શણગારે છે. જેમ કે પુષ્પો, રાખડી, મોતી, આભલા, કઠોળ, મોરપીંછ,ચોકલેટતથા રંગબેરંગી ચોખાઓથી સજજ હિંડોળા પર વિરાજમાન થયેલા ભગવાનને સર્વ હરિભક્તો હેતની દોરીથી હરિવરને હિંચકાવે છે.

કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરેઆ હિંડોળાના દર્શનસવારે ૭:૩૦ થી બપોરે ૧૨:૦૦, સાંજે ૪:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી થઇ શકશે.

રાજકોટના સર્વ ભાવિક ભક્તોને આ હિંડોળે ઝુલતાં ભગવાનનાં દર્શન માટે પધારવા મંદિરના કોઠારી પૂ. બ્રહ્મતીર્થસ્વામીતથા સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ આમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.