Abtak Media Google News

ગાંધીધામમાં 11 ઇંચ, ભૂજમાં 7 ઇંચ, મુંદ્રા-અંજારમાં 6 ઇંચ, ભચાઉમાં 5 ઇંચ, નખત્રણામાં બે ઇંચ, અબડાસામાં દોઢ ઇંચ અને રાપરમાં એક ઇંચ વરસાદ

બિપરજોય વાવાઝોડાએ કચ્છમાં વિનાશ વેર્યો છે. વાવાઝોડાની સાથે અનરાધાર વરસાદ પણ પડ્યો હતો. કચ્છમાં 10 ઇંચ સુધી વરસાદ પડી જવાના કારણે કચ્છ પાણી-પાણી થઇ ગયું છે. સવારથી કચ્છમાં સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો છે. હજી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કચ્છમાં ખાના ખરાબી જેવી સ્થિતિ સર્જાઇ છે.

અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવા જવા પામી છે. હજી કચ્છમાં અંધારપટ્ટ છે. કચ્છના બે દિવસમાં સિઝનનો 25 ટકાથી વધુ વરસાવ વરસી ગયો છે. અબડાસા તાલુકામાં દોઢ ઇંચ, અંજારમાં પાંચ ઇંચ, ભચાઉમાં 5 ઇંચ, ભૂજમાં 7 ઇંચ, ગાંધીધામમાં 11 ઇંચ, માંડવીમાં અઢી ઇંચ, મુંદ્રામાં 6 ઇંચ, નખત્રાણામાં બે ઇંચ અને રાપરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.

કચ્છમાં આખી રાત વરસાદ વરસ્યા બાદ સવારથી વરસાદ વરસી રહ્યો છે.  બિપરજોય વાવાઝોડાએ કચ્છને રિતસર ધમરોળી નાખ્યું છે. સેંકડો વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. વીજપોલ પડી જવાના કારણે કચ્છમાં અંધારપટ્ટ છવાયો છે. સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાહત અને બચાવ કામગીરી પર અસર પડી રહી છે. કચ્છમાં હજી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.