Abtak Media Google News

આજે પણ પવનની ગતિ 75 થી 95 કિમી પ્રતિકલાકની રહેશે: પાટણ અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ ખાબકવાની સંભાવના

ગુજરાત પરથી વાવાઝોડું પસાર થયું છે . હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે 24 કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે. આજે સાંજે વાવાઝોડું રાજસ્થાન પરથી પસાર થઈ ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે જો કે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છ સહિત પાટણ અને બનાસકાંઠાં પણ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદમાં પણ મેઘરાજા 24 કલાક દરમ્યાન તોફાની બેટીંગ કરી શકે છે.

વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. નલિયામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનને લીધે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયા મામલતદાર કચેરી સામે વિશાળ વૃક્ષ પડ્યું હતું.

ચક્રવાતને કારણેઆજે સવારે ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ચાલુ રહેશે. બીજી તરફ જો વરસાદ પડશે તો વહીવટીતંત્ર અને લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થશે. કારણ કે,વાવાઝોડાને કારણે થયેલા ડિસલોકેશનને રિપેર કરવામાં વધુ સમય લાગશે. આ સાથે વરસાદ દરમિયાન પણ કોઈ જાનહાનિ ન થાય તે સુનિશ્ચિત કરવાનો વહીવટીતંત્ર સામે મોટો પડકાર છે.

વરસાદને કારણે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. એટલે કે લોકોને લાંબા સમય સુધી વીજળી વિના જીવવું પડશે. બીજી તરફ જેમના મકાનો ધરાશાયી થયા છે તેઓએ પણ પોતપોતાના સ્થળે જવા માટે વધુ રાહ જોવી પડશે. ત્યાં સુધી તેઓ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા આશ્રયસ્થાનમાં રહેશે. તેમજ વાવાઝોડાને કારણે થયેલા નુકસાનનો અંદાજ કાઢવામાં સમય લાગી શકે છે. હવામાન વિભાગના એલર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, બિપોરજોય ભલે ગુજરાતમાંથી પસાર થશે પરંતુ તેની આફ્ટર ઇફેક્ટ રાજ્ય પર પણ નોંધપાત્ર અસર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.