Abtak Media Google News

આઇસીસીના નવા નિર્ણય બાદ હવે ટી20 લીગમાં હવે 4 વિદેશી ખેલાડીઓ જ રમી શકશે.

આઈસીસી બોર્ડે રેવન્યુ મોડલ બહાર પાડ્યું. આમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ રેવન્યુનો 40 ટકા હિસ્સો પોતાની સાથે લેશે. 2024થી 2027ની વચ્ચેના આગામી 4 વર્ષોમાં, આઇસીસી આવકમાંથી લગભગ રૂ. 5000 કરોડની કમાણી કરશે. આમાંથી 1800 કરોડ રૂપિયા બીસીસીઆઈ ખાતામાં જશે. એટલે કે, બીસીસીઆઈ આવકના 38.4 ટકા લેશે. બીસીસીઆઈ પછી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ સૌથી વધુ આવક લે છે.આવકનું નવું મોડલ યથાવત રહેશે, પરંતુ આ વર્ષથી દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડની આવકમાં દર વર્ષે 8 કરોડ રૂપિયાનો વધારો થશે.

એટલું જ નહીં ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ 41 મિલિયન ડોલર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 37.53 મિલિયન ડોલર આઈસીસી પાસેથી મેળવશે. હવે દરેક ટી20 મેચોમાં માત્ર ચાર ખેલાડીઓ જ વિદેશના રમાડી શકાશે બાકી સાત ખેલાડીઓ જે તે દેશના જ રમશે એટલું જ નહીં આઈસીસી દ્વારા જે બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે તેનાથી ક્રિકેટમાં અનેકવિધ રીતે ક્રાંતિ પણ સર્જાશે.

પુરુષોની સરખામણીમાં મહિલાઓને પણ એક સમાન પ્રાઈઝ મની મળશે

મેન્સ અને વિમેન્સ ક્રિકેટ વચ્ચેના ફરકને ખતમ કરવા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે. હવે આઈસીસી ઈવેન્ટમાં મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમને સરખી પ્રાઈઝ મની આપવામાં આવશે. હવે આઈસીસી ઈવેન્ટમાં મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમને સરખી પ્રાઈઝ મની આપવામાં આવશે. આ નિર્ણય દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આયોજિત આઈસીસીના વાર્ષિક સંમેલન દરમિયાન લેવામાં આવ્યો, જો કે 2030 સુધી પ્રાઈઝ મની સમાનતા હાંસલ કરવાના આઈસીસીના પ્રયત્નોના માર્ગમાં માઈલસ્ટોન છે. આ નિર્ણય બાદ મહિલા વર્લ્ડ કપ જીત્યા બાદ અથવા આઈસીસી ઈવેન્ટની કોઈ મેચ જીતવા પર જે પ્રાઈઝ મની મેન્સ ટીમને મળે છે, તે હવે મહિલા ક્રિકેટ ટીમને પણ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.