સાબરકાંઠામાં હવે રીંછ અને દીપડાના દેખા વધશે…. વન્ય જીવ વસ્તી ગણતરી મુજબ સંખ્યામાં નોંધાયો વધારો

રાજ્યના વન વિભાગે હાલમાં પ્રાણીઓની ગણતરી ચાલી રહી જેમાં સાબરકાંઠા જિલ્લામાં જંગલી પ્રાણીઓની ગણતરી હાથ ધરાઈ છે. વન વિભાગે જિલ્લામાં વિવિધ જગ્યાએ પોઈન્ટ બનાવી ગણતરી હાથ ધરી છે.સાબરકાંઠા જીલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ , દીપડો, ઝરખ, શિયાળ સહિતના વન્ય પ્રાણીઓની દર પાચ વર્ષે ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે.જયારે ગત સાલે કોરોનાને લઈને ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી.બાદમાં ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરાઈ હતી. ૨૦૧૬ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૧૮ રીંછ, ૧૦ દીપડા સહીત અન્ય ૩૮૫ વન્ય પ્રાણીઓ નોધાયા હતા. બાદમાં ચાલુ સાલે હાથ ધરાયેલ ગણતરીમાં ૩૦ રીંછ, ૨૬ દીપડા સહીત ૬૫૮ અન્ય વન્ય પ્રાણીઓ નોધાયા હતા… એટલે કે ૨૦૧૬ માં કુલ ૪૧૩ જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા જયારે ૨૦૨૨ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે. ચાલુ સાલે નોધાયેલ આંકડા પ્રમાણે ૨૯૫ જેટલા વન્ય પ્રાણીઓનો વધારો થયો છે…

એક તરફ જીલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વખતો વખત ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે તો બીજી તરફ ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરીમાં અલગ અલગ તાલુકાઓના આવેલા જંગલ વિસ્તારોમાં પોઈન્ટ ફાળવણી કરવામાં આવી હતી. જીલ્લાના જંગલ વિસ્તારમાં ૧૩૬ પોઈન્ટની ફાળવણી કરવામાં આવી હતી અને તેમાં કર્મચારીઓ દ્રારા ગણતરી હાથ ધરાઈ હતી.જેમાં ૧૪૧ ફોરેસ્ટ અધિકારીઓ સહીત કર્મચારીઓ અને ૧૫૦ થી વધુ રોજમદારો દ્વારા અલગ અલગ પોઈન્ટ પર ત્રણ દિવસ ટીમ સાથે પર હાજર રહી ગણતરીમાં જોડાયા હતા ત્યારે પીવાના પાણીના સ્ત્રોત પાસે માંચડા અને અવાવરું જગ્યાએથી નિરીક્ષણ કરી પગલાની નિશાની, અવાજ, મળ અને નરી આખે જોયેલ વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવતી હતી… બાદમાં અલગ અલગ પોઈન્ટની વિગતો મુખ્ય કચેરીએ મોકલ્યા બાદ વન્ય પ્રાણીઓની સંખ્યા નક્કી કરવામાં આવી હતી…

એક તરફ જંગલ વિસ્તાર ને અડીને ખેતીલાયક ખેતરો પણ આવેલા છે બીજી તરફ ગણતરીમાં વન્ય પ્રાણીઓની સંખ્યા વધી છે ત્યારે એક ડર નો વધારો પણ થયો છે અગાઉ અનેક વાર ગ્રામ્ય પંથકની સીમમાં દીપડા અને રીંછએ દેખા દીધેલ છે.ત્યારથી પંથકમાં એક ડર સતાવી રહ્યો હતો અને બાદમાં હવે આ સંખ્યામાં વધારો થતા સ્થાનિકોને ડરમાં એટલો જ વધારો થયો છે.