Abtak Media Google News

બે દિવસ પહેલા ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦નું પરિણામ આવ્યું હતું. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ-10ની પરીક્ષાનું 64.62 ટકા પરિણામ આજે જાહેર થયું છે. પરિક્ષામાં સારા માર્ક મેળવવા માટે અનેક વિદ્યાર્થીઓએ સખ  મહેનત કરી હતી જેનું પરિણામ મેળવ્યા બાદ તેઓ ખુશખુશાલ થઈ ગયા હતા ત્યારે સાબરકાંઠામાં એક કરુણ ઘટના બની હતી જેમાં દીકરાનું બોર્ડની પરિક્ષામાં ખુબ જ સુંદર પરિણામ આવ્યું પરંતુ તેની ખુશી મનાવવા માટે દીકરો રહ્યો નહોતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સાબરકાંઠા જીલાલના ખેડબ્રહ્મા પેટ્રોલ પંપ પાસેની છે જ્યાં પરિવારને માર્ગ અકસ્માત નડ્યો હતો. ખેડબ્રહ્માના લોકલ રસ્તા પર પાછળથી પાવક જોષી નામના વ્યક્તિએ બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં પતિ પત્નિ અને દિકરો બાઈક પર હતા સવાર જેમાં માતા દીકરા નું મોત થયું હતું પિતાની હાલત ગંભીર છે.
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા પેટ્રોલ પંપ પાસે  થયેલ અકસ્માતમાં જીવ ગુમાનાર પ્રજાપતિ શિવમને આવ્યા 98.96 પર્સન ટાઈલ આવ્યા હતા. દીકરાનું ધોરણ ૧૦માં ઉત્કૃષ્ટ પરિણામ આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. તેણે આખા ઘરમાં કહીં રાખ્યું હતું. હું આખા સેન્ટરમાં પહેલો આવવાનો છું. એટલે આપણે પેંડા પણ વહેંચવાના છે તેવું અગાઉથી જ કહી રાખ્યું હતું  ત્યારે પરિવારને અચાનક જ અકસ્માત નડતા દાદા પર તો જાણે આભ તુટ્યો હોઈ તેવી સ્થિતિ ઉભી થઈ હતી.

પરિક્ષામાં સારા ક્રમાંક મેળવવા માટે આખું વર્ષ મહા મહેનત કર્યા બાદ શિવમ સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. રીઝલ્ટમાં 98.96% સાથે એ2 ગ્રેડ પ્રાપ્ત કરેલ હતો. પરિવા તેમજ સમાજ અને શાળામાં પણ ખુશીનો માહોલ છવાયેલો હતો ત્યારે દાદા સાથે વાત કરીને થોડો સમય વિત્યો ત્યાં જ શિવમના પપ્પાને તેમની પત્ની સાથે કામ અર્થે બહાર જવાનું થયું. જેથી શિવમે પણ સાથે આવવાની જીદ કરતાં ત્રણેય બાઈક પર સવાર થઈ બહાર નીકળી ગયા ત્યાં માર્ગ અકસ્મા નડતા માતા-પુત્રનું મોત નીપજ્યું હતું અને પિતા ગંભી રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

જીવનમાં ગમે તેટલું ધારી લો અથવા તો તમને ગમે એટલી જીદ કરી લો પરંતુ કુદરતની આગળ તમારું કઈ પણ ધારેલું થતું નથી. શિવમ ખુશ હતો કે તેને ધોરણ ૧૦માં આટલું ઉત્કૃષ્  પરિણા મેળવ્યું પરંતુ કુદરતને કંઈ  બીજું જ મંજુર હતું. અકસ્માતમાં માતા-અને દીકરાને કાળ ભેટ્યો હતો. આ ઘટન બાદ પરિવાર અને સમાજમાં શોકનો માહોલ છવાયો હતો. સારુ પરિણામ આવ્યા ની ખુશી પણ દિકરો જ પરિણામ જોવા નથી રહ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.