Abtak Media Google News

ભારતમાં પણ હવે મોટા ભાગના લોકો સનસ્ક્રીનના ક્ધસેપ્ટી પરિચિત ઈ ગયા છે, એમ છતાં બહુ ઓછા લોકો એ લગાડવાનું પસંદ કરે છે. કેટલાકને એનું ટેક્સ્ચર ની ગમતું તો કેટલાકને એ ખૂબ ઑઇલી લાગે છે, પરંતુ પૂરતી સમજ સો લગાડવામાં આવે તો આ એક પ્રોડક્ટ તમને સૂર્યનાં આકરાં કિરણો સામે રક્ષણ આપવાની સો તમારી ત્વચાની એજિંગની પ્રક્રિયા પણ ધીમી પાડી શકે છે. આવો, આજે સ્કિન-એક્સપર્ટ સ્વાતિ શ્રીવાસ્તવની મદદી સનસ્ક્રીન વિશેની કેટલીક ગેરમાન્યતાઓ દૂર કરીએ

ગેરમાન્યતા નંબર ૧ –સનસ્ક્રીન તડકામાં જતાં પહેલાં એક વાર લગાડી લેવું પૂરતું છે: સનસ્ક્રીન વિશે આનાી વધુ મોટી ભૂલભરેલી માન્યતા બીજી કોઈ ની. મોટા ભાગના લોકો ઘરની બહાર નીકળતી વખતે માત્ર એક વાર સનસ્ક્રીન લગાડે છે અને જાણે આખા દિવસના તડકા સામે પોતાની જાતને સુરક્ષિત કરી લીધી હોય એવો દિલાસો મેળવી લે છે, જ્યારે હકીકત તો એ છે કે સનસ્ક્રીન ગમે એટલું ઇફેક્ટિવ કેમ ન હોય, એનો સન પ્રોટેક્શન ફેક્ટર (જઙઋ) આંક ૧૦૦૦ જ કેમ ન હોય કે એ વોટરપ્રૂફ જ કેમ ન હોય, એ તમને બે કલાકી વધુ લાંબું પ્રોટેક્શન ની આપી શકતું. એથીકોઈ પણ સનસ્ક્રીન દર બે કલાક બાદ રીઅપ્લાય કરતાં રહેવું જરૂરી છે. આ માટે વધુ કંઈ કરવાની જરૂર ની. માત્ર પાણીની એક છાલક અવા વેટ વાઇપ્સી ચહેરો સાફ કરી દો અને ફરી થોડું સનસ્ક્રીન લગાડી દો. તમે ઇચ્છો તો પહેલી વાર સૌથી સારું પ્રોટેક્શન મેળવવા માટે લોશનરૂપે આવતા સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. ત્યાર બાદ દિવસભર સ્પ્રે અવા સ્ટિકના ફોર્મમાં આવતાં સનસ્ક્રીન વાપરી શકો છો.

ગેરમાન્યતા નંબર ૨ –સનસ્ક્રીન માત્ર ચહેરા પર જ લગાડવાનું હોય છે : સૂર્યનાં આકરા કિરણો માત્ર ચહેરા પર જ ની પડતાં; હાથ, પગ, પીઠ વગેરે શરીરના દરેક ખુલ્લા ભાગ પર પડે છે. એવામાં માત્ર ચહેરા પર સનસ્ક્રીન લગાડવાનો ર્અ એવો થાય કે તમે બાકીના શરીરની ત્વચાને નુકસાન પહોંચાડવા માટે ખુલ્લી છોડી દીધી. આવી ત્વચા સામે માત્ર સ્કિન-કેન્સરનો જ નહીં, બલ્કે એજિંગની પ્રક્રિયા ઝડપી બની જવાનું જોખમ પણ રહેલું છે. એથીશરીરનો જેટલો ભાગ કપડાંથી ઢંકાયા વિના રહેતો હોય એ બધા જ ભાગ પર પૂરતા પ્રમાણમાં સનસ્ક્રીન લગાડવું આવશ્યક છે. એક અંદાજ મુજબ ચહેરા સો હાથ, પગ અને પીઠ વગેરે જેવા ભાગો પર લગાડવા માટે ઓછામાં ઓછું ૩-૪ ટેબલસ્પૂન જેટલું સનસ્ક્રીન વાપરવું આવશ્યક છે.

ગેરમાન્યતા નંબર ૩ –સનસ્ક્રીન માત્ર ભરબપોરે બહાર જતી વખતે જ લગાડવું જોઈએ : સ્વાભાવિક રીતે સનબર્ન કે સન-ટેનિંગ તરીકે ઓળખાતી સૂર્યનાં આકરાં કિરણોી ત્વચાને નુકસાન પહોંચાડતી પ્રક્રિયા સવારના દસી માંડી બપોરના ચાર વાગ્યા સુધી વધુ સક્રિય રહે છે, કારણ કે આ સમયગાળા દરમ્યાન સૂર્યનાં અલ્ટ્રાવાયલેટ-ગ્ કિરણો સૌથી વધુ ઍક્ટિવ હોય છે, પરંતુ સૂર્યના અલ્ટ્રાવાયલેટ-ખ્ તરીકે ઓળખાતાં કિરણો તો આખો દિવસ કાર્યરત રહે છે. એી વાસ્તવમાં તો સૂર્ય જ્યાં સુધી આકાશમાં હોય ત્યાં સુધીનો કોઈ પણ સમયગાળો ત્વચા માટે સુરક્ષિત નથી . કેટલાક લોકો ચોમાસામાં કે પછી વાદળિયા દિવસોમાં સનસ્ક્રીન લગાડવાનું ટાળે છે, પરંતુ આમ કરવું ક્યારેક ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે, કારણ કે સૂર્યનાં ૮૦ ટકા કિરણો વાદળમાંી પસાર ઈને આપણા સુધી પહોંચવામાં સક્ષમ હોય છે.

ગેરમાન્યતા નંબર ૪ –શ્યામવર્ણી ત્વચાને સનસ્ક્રીનની આવશ્યકતા ની : તમે વિશ્વના કયા ખૂણામાં રહો છો, તમારાં માતા-પિતાની ત્વચાનો રંગ કેવો હતો, તમારે તડકામાં દિવસના કેટલા કલાક રહેવું પડે છે વગેરે જેવી અનેક બાબતો પર તમારી ત્વચાના રંગનો આધાર રહેલો છે. શ્યામવર્ણી ત્વચામાં ગોરી ત્વચા કરતાં વધુ પિગમન્ટ્સ રહેલાં હોય છે, પરંતુ સૂર્યનાં આકરાં કિરણોની અસર બધા પર લગભગ સરખી જ થાય છે. બલ્કે શ્યામવર્ણી ત્વચા ધરાવનાર વ્યક્તિને યેલું સ્કિન-કેન્સર ક્યારેક બહુ પાછળી પકડાય છે. એથી ગોરા હો કે શ્યામવર્ણા, ત્વચાનું રક્ષણ કરવું હોય તો સનસ્ક્રીન લગાડવું આવશ્યક છે.

ગેરમાન્યતા નંબર ૬ –સનસ્ક્રીની ખીલ થાય છે : મોટા ભાગના સનસ્ક્રીનમાં તેલનું પ્રમાણ વધારે હોય છે. આવું સનસ્ક્રીન કોમ્બિનેશન અવા ઑઇલી સ્કિન પર લગાડવાી સ્વાભાવિક રીતે ખીલ વાની સંભાવના વધી જાય છે. આ સમસ્યાનો સૌથી સારો ઇલાજ એવું સનસ્ક્રીન છે જે ઑઇલ-ફ્રી, ફ્રેગ્રન્સ-ફ્રી તા હાઇપોઍલર્જેનિક હોય. બીજા શબ્દોમાં કોસ્મેટિકની દુકાનમાં મળતાં સનસ્ક્રીન કરતાં કેમિસ્ટની દુકાનમાં મળતાં સનસ્ક્રીન વાપરવાં વધુ હિતાવહ છે.

સનસ્ક્રીન કેવું અને કઈ રીતે વાપરવું?

મોટા ભાગનાં સનસ્ક્રીન લોશન ખૂબ જાડાં અને ઑઇલી હોય છે જે લગાડવાી ચહેરા પર એક પ્રકારની ચિકાશયુક્ત લેયર જામી ગઈ હોય એવી ફીલ આવે છે. મોટા ભાગના લોકોને આ ચિકાશને કારણે સનસ્ક્રીન લગાડવું નથી ગમતું. તો વળી કેટલાકને સનસ્ક્રીન લગાડ્યા બાદ ચહેરા પર એક પ્રકારની સફેદ ફિલ્મ ચોંટી ગઈ હોય એવો પણ અહેસાસ થાય છે.

અહીં સ્વાતિ શ્રીવાસ્તવ કહે છે, હવે બજારમાં એવાં ઘણાં જેલ-બેઝ્ડ સનસ્ક્રીન આવી ગયાં છે જે ચહેરા પર માત્ર આછી ચમક છોડી જાય છે, પરંતુ જરાય ઑઇલી ની હોતાં. જોકે તમને આવી આછી ચમક પણ ન ગમતી હોય તો એને ટાળવા માટે તમે સનસ્ક્રીન લગાડ્યા બાદ એના પર સન પ્રોટેક્શન ફેક્ટર (જઙઋ) ધરાવતો થોડો કોમ્પેક્ટ પાઉડર પણ લગાડી શકો છો. આ જ તરકીબ તમે ઑઇલી સનસ્ક્રીન સો પણ અજમાવી શકો છો.

રહી વાત સનસ્ક્રીન લગાડ્યા બાદ ચહેરા પર દેખાતી સફેદ ફિલ્મની તો એ ફિલ્મ મૂળે સનસ્ક્રીનમાં રહેલા ઝિન્ક ઑક્સાઇડને કારણે આવે છે, જેને અવગણવા માટે તમારે ઝિન્ક ઑક્સાઇડને સને ઑક્સીબેન્ઝોન ધરાવતું સનસ્ક્રીન વાપરવું જોઈએ. આ રસાયણ પણ ત્વચા માટે એ જ કામ કરે છે જે ઝિન્ક ઑક્સાઇડ કરે છે. ફરક માત્ર એટલો જ છે કે એનાી ચહેરા પર સફેદી ની જામતી. આજકાલ આખું બજાર ૩૦, ૪૦, ૫૦ વગેરે જેટલા પ્રમાણમાં જઙઋ ધરાવતાં સનસ્ક્રીન અને ઊભરાય છે. આવામાં વધુ જઙઋ ધરાવતી પ્રોડક્ટ ખરીદવા પાછળ ખૂબબધા પૈસા વેડફી નાખવાની જરૂર નથી. જેમણે બહુ લાંબો સમય તડકામાં રહેવાનું ની એવા લોકો માટે ૧૫ જઙઋ ધરાવતું સનસ્ક્રીન પૂરતું છે. તમે ઇચ્છો તો આટલું જ જઙઋ ધરાવતું ફાઉન્ડેશન, બીબી ક્રીમ, સીસી ક્રીમ વગેરે જેવી કોઈ પણ વાપરી શકો છો. જોકે જેમણે આખો દિવસ તડકામાં રખડવાનું હોય તેમણે ઓછામાં ઓછું ૩૦ જઙઋ ધરાવતું સનસ્ક્રીન વાપરવું આવશ્યક છે એટલું જ નહીં, દર બે કલાકે ફરી પાછું લગાડતાં રહેવું પણ મસ્ટ છે.Sunscreen

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.