લગ્ન મંડપમાં બેસતા પૂર્વે કોડભરી કન્યા અવનીબેને ભાવી ભરાર જય સાથે કર્યા યોગ

રાજકોટનાં ‘પેટ્રીયા સ્યુટ્સ’ ખાતે યોગ દિવસની ઉજવણીમાં રચાયો યાદગાર સંયોગ

વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં વિવિધ સમાચારોની વચ્ચે એક આવકારદાયક અને યોગ પ્રત્યેના સાચા ભાવ દર્શાવતા સમાચાર આવ્યા છે. યોગના ઢગલાબંધ સમાચાર અને ફોટોગ્રાફની ભરમાળમાં, ખરેખર અને સમર્પિતતાની સાચી નિશાની સમાન, યોગાચાર્ય અવનીબેન રાજ્યગુરૂએ પોતાનાં જ લગ્નની વિધીમાં આજરોજ જતા પહેલા વહેલી સવારે યોગ કરી, યોગ પ્રત્યેનાં સાચા ભાવ રજુ કરી યોગનું મહત્વ દર્શાવ્યું છે. તેણીનાં આ લાગણી જોઇ ભાવિ ભરાર ચિ. જય ઠાકર પણ જોડાયા હતા અને તે પણ લગ્નનાં જ ડ્રેસમાં.

રાજકોટમાં ‘પેટ્રીયા સ્યુટ્સ’ એરપોર્ટ રોડ ખાતે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સહુ કોઇ યોગ કરી રહ્યા હતા અને બધાનાં આશ્ર્વર્ય વચ્ચે અવનીબેન સજોડે, લગ્નનાં ડ્રેસમાં યોગ કરવા પધાર્યા અને બધા સાથે યોગ ર્ક્યા. થોડા સમય બાદ સહુને નમસ્કાર કરી, તાલીઓના ગડગડાટ અને સહુની શુભકામના સાથે તેઓ પોતાના જ લગ્ન માટે મંડપ તરફ પ્રયાણ કર્યું.

ઉપસ્તિ સહુએ તેણીને લગ્નવિધીમાં મોડુ થશે, આજે યોગ નહિ કરો તો ચાલશે તેવી વાત કરતાં તેણીએ હસતાં-હસતાં જણાવ્યું કે, ‘યોગ પહેલા, લગ્ન વિધી પછી.

તન-મન અને આરોગ્યની ચુસ્તી માટે યોગ અનિવાર્ય છે. આજે કે કાલે નહિ પરંતુ હંમેશા યોગ કરવા જ જોઇએ.’ અત્રે ઉલ્લેખનીય છે કે અવનીબેન રાજ્યગુરૂ હરિદ્વારમાં બે વર્ષ યોગ શીખેલા છે અને રાજકોટ ખાતે યોગાચાર્ય તરીકે સફળતાી કાર્યરત છે.

યોગ ઇન્સ્ટ્રકટર શ્રીમતી દર્શિકાબેન  બી. ધોરડા અને નિરજકુમારે, મુકેશભાઇ મલકાણ, ડો. જીતેન્દ્રભાઇ અમલાણી, ડો. વલ્લભભાઇ કીરીયા, સીએ. ક્લ્પકભાઇ મણીઆર, હર્ષલભાઇ મણીઆર, ધનરાજભાઇ મહેતા, દિપકભાઇ પટેલ, કેતનભાઇ વસા, નિલેશભાઇ અને આમંત્રિતોએ નૈર્સગિક વાતાવરણમાં વહેલી સવારે યોગ ર્ક્યા હતા.