Abtak Media Google News

નવા શિક્ષણ સત્ર મુજબ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા પાસ કરનારાઓને બી.એ.-બી એડ અવા એમ ચાર વર્ષનો કોર્ષ કરવામાં વિકલ્પો મળશે. માનવ સંશોધન મંત્રાલય મુજબ બીએડની શિક્ષણ ડિગ્રીી શિક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા આ વિકલ્પ રાખવામાં આવ્યો છે. એન્જીનીયરીંગ તેમજ મેડિસીન વિભાગ સો પણ વિર્દ્યાીઓને બીએડની ડિગ્રી મેળવવાનો લાભ મળશે. બીએડના ૨ વર્ષના કોર્ષને ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ બનાવી તેને ચાર વર્ષનો કોર્ષ કરવાની સરકારની વિચારણા છે. જેને બજેટ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદી તેના પર કામ કરવાનું શ‚ કરી દેવાયું છે. એનસીટીઈએ જણાવ્યું હતું કે, નવા બી.એ-બી.એડ. કોર્ષ અને કોર્ષ વધુ પ્રેકટીકલ રહેશે. નવેમ્બર ૨૦૧૪માં એનસીટીઈએ ટીચર ટ્રેનિંગ કોર્ષ માટે જ ગ્રેજ્યુએશન બાદ બે વર્ષનો બી.એડનો કોર્ષ ઉમેર્યો હતો.

જો કે આ પૂર્વે બી.એડ એક જ વર્ષનું હતું ત્યારે હવે ધોરણ ૧૨ પછી તેને અન્ય ડિગ્રી  ચાર વર્ષનો કોર્ષ કરવામાં આવશે. ૨૦૧૬ માર્ચમાં ૧૫ લાખ વિર્દ્યાીઓએ ટીચર ટ્રેનિંગ કોર્ષનો લાભ લીધો હતો. જો કે બી.એડ જેવા શિક્ષણ કોર્ષને પ્રોત્સાહન આપવું ખૂબજ જ‚રી છે. માનવ સંશોધન મંત્રાલયના સુત્રો પ્રમાણે ફકત ૪૦૦૦ વિર્દ્યાીઓ જ ઈન્ટીગ્રેટેડ પ્રોગ્રામમાં જોડાયા હતા. એનસીટીઈ માર્ચમાં ડ્રાફટ પ્રોપોઝલ જાહેર કરશે. જો કે તેના માટે હજુ નિયમો અને માર્ગદર્શિકા બહાર પાડવાની બાકી છે. જો કે તેની ઓપચારિક સુચના અપાઈ હતી.

નવા શૈક્ષણિક સત્રમાં સરકાર તેનું યોગ્ય નિર્ધારીત નિયમો બહાર પાડશે. તો એડમિશન પ્રક્રિયામાં પણ ફેરફારો શે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માંગતા વિર્દ્યાીઓને પણ રાહત મળી રહેશે. એક સારા સમાજની રચના માટે શિક્ષણની મહત્વપૂર્ણ ભુમિકા હોય છે ત્યારે તેને હજુ વધુ મજબૂત બનાવવા આ યોજના જાહેર કરવામાં આવશે. આમ બીએડની સો અન્ય ડિગ્રી એટલે ચાર વર્ષનો કોમ્બો ડિગ્રી કોર્ષ ઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.