Abtak Media Google News

પબ્લિક Wifiનો ઉપયોગ હેક કરી શકે છે તમારો ફોન. ઇન્ટરનેટના આ જમાનામાં સામાન્ય રીતે આપણે મફત વાઇફાઇનો ઉપયોગ કરવાનું પસંદ કરીએ છીએ. એનું કારણ છે વાઇફાઇમાં મળતી સ્પીડ, મોબાઇલ ડેટા દ્વારા મળતી સ્પીડથી ઝડપી હોય છે. અત્યારના દિવસોમાં રેલવે સ્ટેશન હોય કે શોપિંગ મોલ દરેક જગ્યાએ તમને પબ્લિક વાઇફાઇ જોવા મળે છે. આ વાઇફાઇની સેવા ફ્રી હોય છે. પરંતુ શું તમે જાણો છો આ પબ્લિક વાઇફાઇની ફ્રી સેવા લેવી તમારા માટે ભારે પણ પડી શકે છે. જો હેકરે પબ્લિક વાઇફાઇ દ્વારા તમારો સ્માર્ટફોન હેક કરી લીધો તો એમની પાસે તમારી તમામ જાણકારી પહોંચી શકે છે. તમારી દરેક એક્ટિવિટીને હેકર ટ્રેક કરી શકે છે.

34તમે જેવું વાઇફાઇ કનેક્ટ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો હેકર્સતમારા ડિવાઇસનું મેક એડ્રેસ અને આઇપી એડ્રેસ રાઉટરમાં નોંધી લે છે. હેકર્સ સૌથી પહેલા સ્નિફિંગ ટૂલનો ઉપયોગ કરીને ટ્રાફિકને ઇન્ટરસેપ્ટ કરે છે. ડેટા પેકેટ્સના રૂપમાં ટ્રાન્ફર થાય છે અને હેકર્સની પાસે ઘણા પ્રકારના ટૂલ્સ હોય છે જે આ પેકેટ્સને ઇન્ટરસેપ્ટ કરીને તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી સરળતાથી જાણી શકે છે.

6 18હેકર્સ નેટવર્ક સ્નિફિંગ દ્વારા જેટલો વિઝિબલ ટ્રાફિક હોય છે સરળતાથી ઇન્ટરસેપ્ટ કરી લે છે. એના માટે હેકર્સ સામાન્ય રીતે વાયરશાર્ક પેકેટ સ્નિફર ટૂલનો ઉપયોગ કરે છે. વાઇફાઇ હેક કરવું એનાથી કનેક્ટેડ ડિવાઇસથી હેક કરવાની સરખામણીમાં ખૂબ સરળ છે. હેકર્સ ઇન્ટરનેટ પર હાજર ફ્રી ટૂલ્સનો ઉપયોગ કરીને ઓછી સિક્યોરિટી વાળા રાઉટરને હેક કરી લે છે. આ ઉપરાંત ઘણા એડવાન્સ ટૂલ્સ પણ છે જે બેકટ્રેક પર કામ કરે છે. જેનો ઉપયોગ કરીને હાઇલી સિક્યોરિટી વાળા વાઇફાઇ રાઉટરને પણ હેક કરી શકાય છે.

1 8સૌથી સરળ એ રાઉટરને હેક કરવાના હોય છે જેમાં WEP સિક્યોરિટી હોય છે. પહેલાના રાઉટર્સમાં લોગ WEP રાખતા હતા, પરંતુ હવે ડિફોલ્ટ બદલી નાંખવામાં આવ્યું છે. WPA PSK keys થી સિક્યોર કરવામાં આવેલા રાઉટર્સને હેક કરવું થોડું મુશ્કેલ હોય છે. પરંતુ એને પણ હેક કરી શકાય છે. સામાન્ય રીતે લોકો વાઇફાઇ રાઉટરનો પાસવર્ડ ડિફોલ્ટ રાખે છે અને હેકર્સ માટે કામ સરળ કરી દે છે. હેકર્સ એને એક્સેસ કરીને તમારો વાઇફાઇ હેક કરવાની સાથે સાથે એનાથી કનેક્ટેડ ડિવાઇસ પર પણ નજર રાખે છે. અમે તમને એવી સરળ ટ્રીક  જણાવવા જઇ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા વાઇફાઇ રાઉટરથી અનવોન્ટેડ ડિવાઇસને બ્લોક કરી શકો છો.

એના માટે સૌથી પહેલા તમારે તમારો મોબાઇલ કનેક્ટ કરવો પડશે. ત્યારબાદ તમારે ગૂગલ પ્લે સ્ટોરથી Fing નામની થર્ડ પાર્ટી એપને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી દો. આ એપ એપલના એપ સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.
આ એપને ડાઉનલોડ કર્યા હાજ એને ઓપન કરો.

3 9ત્યાં તમને હોમ સ્ક્રીન પર વાઇફાઇ કનેક્ટિવિટી જોવા મળશે. એમાં રિફ્રેશ અને સેટિંગના વિકલ્પ જોવા મળશે, રિફ્રેશ પર ક્લિક કરતાં જ તમને વાઇફાઇથી કનેક્ટ થયેલા તમામ ડિવાઇસનું લિસ્ટ જોવા મળશે.
આ લિસ્ટમાં એવું પણ જાણવા મળશે કે આ ડિવાઇસ કોઇ મોબાઇલ છે કે લેપટોપ.
આ એપ દ્વારા તમે કનેક્ટેડ ડિવાઇસનું મેક એડ્રેસ પણ જોઇ શકો છો. જે ડિવાઇસને રાઉટરથી બ્લોક કરવાનું છે, એને કોપી કરી લો. આ એપ દ્વારા તમે વેબસાઇટ અને નેટવર્કની પિંગ મોનટરિંગ પણ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.