Abtak Media Google News

વિક્રમ સંવંત 2078 નું વર્ષ શરૂ થઇ ગયું છે, કોવિડ-19 ના ભય, મહામંદીનો ભરડો અને મોંઘવારીનાં કડવાં સંસ્મરણોને  2077 માં જ મુકીને આપણે નવી આશાઓ સાથે આગળ વધવાનું છે, નવા વિચાર, મુડીરોકાણનાં નવા વિકલ્પો  અને નવા આયોજન સાથે..! લાભ પાંચમને શુભ મુહુર્ત કરવા માટે આપને એવા પાંચ સેગ્મેન્ટની વાત કરીએ જે આવનાર વર્ષમાં લાભ કરાવે.! આમ તો ગણેશજીની પૂજા, તેમના પુત્રો લાભ અને શુભનાં નામે કામ શરૂ કરીએ તો સૌ સારા વાનાં જ થાય. પણ એમાંયે જો ગોળ અને ધાણા જેવી કોમોડિટીનાં શુકન કરીઐ તો વિધ્નહર્તા આવનાર તમામ વિધ્નો સામે રક્ષણ આપે.

આમે ય તે કોમોડિટી એ સદીઓ જુનું પરંપરાગત ઇન્વેસ્ટમેન્ટ સેક્ટર છે. જેમાં વિક્રમ સંવંત 2077 માં રોકાણકારોને 20 થી માંડીને 100 ટકા સુધીનાં જોરદાર રીટર્ન મળ્યાં છે. દરેક સેક્ટરની એક સાયકલ હોય છે. ઇન્વેસ્ટમેન્ટ સલાહકારો કહે છે કે હાલમાં કોમોડિટીની સુપર સાયકલ શરૂ થઇ છે. ખેર હાલમાં નહી પણ છેલ્લા છ આઠ મહિનાથી આ સાયકલ ચાલી રહી છે. આ સાયકલની દિશા પારખીને રોકાણ કરીએ તો કોમોડિટીએ આવનારા દિવસો માટેનું શ્રેષ્ઠ રોકાણ બની શકે છે.

આગામી વર્ષમાં ભારતમાં અન્ય વિકલ્પોની સાથે ક્રિપ્ટો કરન્સીનો કારોબાર વધુ નાણા આકર્ષે એવી સંભાવના છે. કારણ કે આપણે લેવડ દેવડની સદીઓ જુની સાકરના બદલામાં મરી અને ઘઉંના બદલામાં ચોખા વાળી પરંપરાને તોડીને બે સદીથી કરન્સીની સિસ્ટમમાં  આવ્યા છે.

હવે નવી સદીમાં ડિજીટલ કરન્સીનાં યુગમાં પ્રવેશવાનો સમય આવ્યો છે જેને સરકારની સ્વીકૄતિ મળે તો તેનો વ્યાપ અનેક ગણો વધી શકે તેમ છે. દિવાળીના તહેવારોમાં જ શરૂ થયેલા શોર્ટ વિડિયો ઍપ ચિનગારીનાં કરન્સી વેપાર ગારીનો એક જ દિવસનો એક જ દિવસનો 40 મિલીયન ડોલરનું લાઇવ સેલ ઇન્વેસ્ટમેન્ટ સેક્ટરમાં તેની ધમાકેદાર એન્ટ્રીને સમર્થન આપે છે.

આ એક એવું પ્લેટફોર્મ છે જે પોતાની ક્રિયેટીવીટી ચિનગારીના પ્લેટફોર્મ ઉપર મુકનારને વળતરના સ્વરૂપમાં આપવામાં આવે છે. આમેય તે ક્રિપ્ટો કરન્સીનો ક્ધસેપ્ટ ગ્લોબલ છે. જે વિશ્વમાં કોઇપણ સ્થળે ચુકવી શકાય છે અને તેની લૂંટ થવાની, ચોરાઇ જવાની કે ફાટવાની ચિંતા ન હોવાથી તેની લોકપ્રિયતા વધતી જાય છે. હાલમાં તે મોટા ગજાનાં રોકાણ કારો માટેની પ્રોડક્ટ છે પણ હવે તેમાં ઓછી મુડીથી પણ રોકાણ કરી શકાતું હોવાથી નવી પેઢીમાં તેનું આકર્ષણ વધી રહ્યું છે.

વિતેલા વર્ષમાં સ્ટાર્ટ અપ અને ઇ-કોમર્સ કંપનીઓએ રોકાણકારોને સારાં વળતર આપ્યા છે. તેથી નવા વર્ષમાં પરંપરાગત રીતે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારા લોકોને આવી કંપનીઓમાં રોકાણ કરવું હિતાવહ રહેશે. આમ તો વર્ષ વિક્રમ સંવત 2077 માં બીએસઇ સુચકાંકે 43000 અંકની સપાટીને 61000 અંક સુધી પહોંચાડી છે. એકંદરે તેજીમાં ગયેલું વર્ષ શેરબજારમાં આઇપીઓ ના રોકાણકારો માટે આકર્ષક વળતર યોજના સમાન પુરવાર થયું છે. આગામી વર્ષમાં કદાચ આ તેજીને બ્રેક લાગે એવ. ચર્ચા છે એટલે હવે શેરબજારમાં લાંબાગાળાની ગણતરી સાથે જ રોકાણ કરવું ઇચ્છનીય છે.

મુડી રોકાણ માટેનું અન્ય એક સેક્ટર છે, રિયલ એસ્ટેટ. છેલ્લા પાંચ વર્ષથી મંદીમાં પિસાઇ રહેલું રિયલ એસ્ટેટ બજાર દિશા બદલી રહ્યું છે. વર્ક ફ્રોમ હોમના કલ્ચરે ઓફિસ સ્પેસની માગ ઘટાડી છે તો રેસીડેન્સ સ્પેસમાં વર્ક સ્ટેશનનામ નવા ક્ધસેપ્ટ સાથે નવી ખરીદી જોવા મળી છે. જો કે અહીં પ્રાઇમ લોકેશનમાં ભાવ વધવાને બદલે હવે રિમોટ લોકેશનમાં ડિમાન્ડ અને તેના પગલે ભાવ વધવાના ચાન્સ વધારે છે. આ એક એવું સેક્ટર છે જેમાં લગાવેલી મુડી તમારે જરૂર પડે તો રાતોરાત પાછી લઇ શકાતી નથી. તેથી લાંબા સમયનાં મોટા ઇન્વેસ્ટમેન્ટની ગણતરી સાથે જ આ સેક્ટરમાં એન્ટ્રી કરવાની રહેશે.

અન્ય ઇન્વેસ્ટમેન્ટ સેક્ટર છે ફીક્સ ડિપોઝીટ, પી.ફી.ઐફ કે સરકારી બચત પત્રો. આ એવું સેગ્મેન્ટ છે જે સેઇફ છે, કેશ ઓન હેન્ડ જેવું સુરક્ષિત છે પરંતુ છેલ્લા બે વર્ષમાં વ્યાજનાં દર જે રીતે ઓછા થઇ રહયાં છે તે જોતા આ સેગ્મેન્ટ અન્ય વિકસીત દેશોમાં ચાલતી ટ્રેડિશનની જેમ નેગેટિવ ઇન્વેસ્ટમેન્ટ સેક્ટર થઇ શકે છે. હાલમાં ઘણા એવા દેશો છે જ્યાં તમારી મુડી સાચવવાનાં તમારી પાસેથી નાણા વસુલવામાં આવે છે. એક વર્ષ માટે નાણાં લગાવીને માંડ છ કે સાત ટકા વ્યાજ મેળવવું તેના કરતાં મનોરંજન કરીને નાણા વાપરવા સારાં અવી પણ નવી પેઢીની માન્યતા છે. જે સમાજને અર્ન એન્ડ એન્જોયનો નવો ક્ધસેપ્ટ આપે છે. સામાપક્ષે રિટાયર્ડ અને સ્થિર લાઇફ જીવતી પેઢી માટે આજ એક શ્રેષ્ઠ અને સુરક્ષિત રોકાણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.