Abtak Media Google News

મોરબી સહિત રાજયના તમામ જીલ્લામા 48 ઇન્ટરસેપ્ટર વાહનની ફાળવણી

રાજ્યમાં પોલીસતંત્રને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા મોરબી જિલ્લા સહિત તમામ જિલ્લામાં 48 ઇન્ટરસેપ્ટર વાહનોની ફાળવણી કરવામાં આવી છે. દિવસેને દિવસે વધતા જતા વાહન અકસ્માતના કેસોને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા 48 ઇન્ટરસેપ્ટર વાનની અને અંદર ગોઠવણી કરવામાં આવેલા ટેકનોલોજી સજ્જ સાધનો સાથે કુલ 10.46 કરોડના ખર્ચે અમદાવાદ શહેરને 4, સુરત શહેરને 3, રાજકોટ શહેરને 2, વડોદરા શહેરને 2 તથા મોરબી સહિતના જિલ્લાઓમાં એક- એક મળી કુલ-48 ઇન્ટરસેપ્ટર વાહનો ફાળવવામાં આવ્યા છે.

મોરબી પોલીસ ને ફાળવવામાં આવેલ આ આધુનિક ઇન્ટરસેપ્ટર વાહન માં હેડકોન્સ્ટેબલ દીપકસિંહ વાઘેલા હેડકોન્સ્ટેબલ જીવરાજભાઈ પટેલ કોન્સ્ટેબલ હસમુખભાઇ ગઢવી કોન્સ્ટેબલ રોહિતભાઈ દેત્રોજા દ્વારા બેફામ સ્પીડ એ ચાલતા વાહનો પર નજર રાખીને સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવશે.આ વાનમા આધુનિક ટેકનોલોજીથી સજ્જ કેમેરા અને બીજા ઇક્યુપમેન્ટ ફિટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં બનતી અકસ્માત જેવી ઘટનાઓમાં હાઈ વે પેટ્રોલિંગ વાન દુર્ઘટનાનો ભોગ બનનાર વ્યક્તિનું રેસ્ક્યુ કરશે અને વધતા જતા અકસ્માતના મૃત્યુમાં ઘટાડો થઈ શકે ઇક્યુપમેન્ટ સાથે સજ્જ વાન આજે પોલીસ વિભાગને સોંપવામાં આવી હતી. હાઇવે પેટ્રોલ વાહનમાં હાઇડ્રોલીક રેસ્કયુ કીટ, સ્ટ્રેચર, પોર્ટેબલ ઇમરજન્સી લાઇટની બેગ, ઇલેકટ્રીક મોટર સાથે સ્ટીલ રસ્સી, હાઇડ્રોલિક જેક, વુડ કટર, માઇક અને સાયરન સાથે રૂફ લાઇટબાર અને પીએ સિસ્ટમ, પીટીઝેટ કેમેરા ડે- નાઇટ, અગ્નિશામક, રિચાર્જેબલ ટોર્ચ, ફર્સ્ટ એઇડ બોક્ષ, એલીડી મોનિટર, મોબાઇલ નેટવર્ક વિડિયો રેકોર્ડર અને રીઅર કેમેરા જેવી સુવિધાથી સજ્જ બનાવવામાં આવી છે.

હાઇવે પેટ્રોલ વાહન શહેર અને જિલ્લામાં આવેલા મુખ્ય ધોરીમાર્ગો ઉપર પ્રેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ તરીકે કામ કરશે. આ વાહન થકી વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્તને વ્યક્તિને બહાર કાઢવા અને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરાશે. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં 1100 જેટલી ગાડી, ટુવ્હીલર અને અન્ય વાહનોની જરૂરિયાત મુજબ ખરીદી કરવામા આવશે.

ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટે અતિ આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ગુજરાત પાલીસના ઉપયોગ સારું ઇન્ટરસેપ્ટર વાન તૈયાર કરવામાં આવી છે. આવી 48 વાનનું આજે વિવિધ જિલ્લાને સુપ્રત કરવામાં આવી છે.

તેમજ વાહન અકસ્માતમાં ઘણા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં વાહનમાં ફસાઇ જાય છે. તેમને બહાર કાઢવા માટે વાહનના દરવાજા તોડી કે કાપી નાખી ઇજાગ્રસ્તને બહાર કાઢવા અને કુદરતી આફતોના સમયે નાગરિકોને ઉપયોગી બની રહે તેવી હાઇવે પેટ્રોલ 42 વાહન પણ વિવિધ શહેર-જિલ્લામાં આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.