બહેનોની ‘રક્ષા’ ભાઈ સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ કુરિયર સર્વિસ

રક્ષાબંધનના એકાદ માસ પહેલાથી રાખડીઓના કવરોના ઢગલા થવાથી કુરિયર સર્વિસની કામગીરીમાં ત્રણથી ચાર ગણો વધારો થઈ જાય છે

કુરિયર કંપનીઓ પણ આગોતરૂ આયોજન ઘડી કાઢીને રાખડીઓની સમયસર ડીલેવરી થાય તે માટે વધારાના વાહનો દોડાવી વધારાનો સ્ટાફ કામે લગાડી દે છે

ભાઈ-બહેન વચ્ચેના નિદોર્ષ પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનના તહેવાર પહેલા કુરિયર સર્વિસના વ્યવસાયમાં ભારે તેજી જોવા મળી રહી છે. મોટાભાગની બહેનો દ્વારા બહારગામ રહેતા પોતાના ભાઈઓને સમયસર રાખડી પહોચાડવા કુરિયર સર્વિસોની સેવાઓ લેવાનું પસંદ કરવામાં આવે છે જેને લઈને રક્ષાબંધનના ૧૫ દિવસ પહેલાથી જ કુરિયર સર્વિસ સેન્ટરો પર રાખડીઓ મોકલવા માટે બહેનોનો ઘસારો થવા લાગે છે. કુરિયર સર્વિસ દ્વારા મોકલવામા આવતી રાખડીઓ નિયત સમય મર્યાદામાં ચોકકસપણે બપહોચી જતી હોવાથી બહેનો રાખડી કુરિયર સર્વિસ દ્વારા જ મોકલવાનું પસંદ કરે છે.

જણાવ્યું હતુ કે મારા ભાઈઓ અલગ અલગ શહેરોમાં રહે છે. આ દરેક જગ્યાએ હું પહોચી નહી શકુ તેટલે દર વર્ષે હું કુરિયરથી રાખડી મોકલવાનું પસંદ કરૂછું મારો એક ભાઈ મુંબઈ છે, એક સુરત છે એક આણંદ છે અને એક વડોદરા રહે છે. એટલે દરેક જગ્યાએ પહોચી શકવું મુશ્કેલ છે.તેથી હું કુરિયર દ્વારા રાખડી મોકલાવું છું પોસ્ટક દ્વારા પણ રાખડી મોકલાવી શકાય છે. પરંતુ તેમાં ગેરંટી નથી હોતી મોડેથી પણ પહોચે છે. તેની કુરિયર સારો વિકલ્પ છે. રક્ષાબંધન છે એટલે ભાઈની ખૂબ જ યાદ આવે છે. હું વડોદરા જવાનો પ્રયત્ન કરીશ. પરંતુ, વરસાદની સીઝન છે. એટલે પહોચી શકાય કે ન પહોચી શકાય તેટલા માટે હું નહી તો મારી રાખડી પહોચી જાયતે માટે રાખડી કુરિયરથી વહેલાસર મોકલી આપુ છું.

જયારે ઈલા જસાણી નામના બહેનએ જણાવ્યું હતુ કે

રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે દરેક બેનને એવી ઈચ્છા હોય કે તે પ્રેમથી પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે પરંતુ ભાઈ એટલે બધે દૂર રહેતા હોય ત્યાં બેન એક દિવસ માટે પહોચી શકતી નથી.તેની પોતાના પ્રેમ વ્યકત કરવા રાખડી ભાઈ સુધી મોકલે છે પોસ્ટ દ્વારા અમે રાખડી મોકલીએ તે સમયસર પહોચશે કે નહી જે નકકી નથી હોતું કુરિયર દ્વારા રાખડી મોકલીએ છીએ તો સમયસર રક્ષાબંધન પહેલા તે પહોચી જવાની ખાત્રી હોય છે. જેની અમો કુરિયરવાળાને વધારે પ્રાધાન્ય આપીને રાખડી સમયસર ભાઈ સુધી પહોચાડીએ છીએ.

કુરિયર કંપનીમાં મોટુ નામ ધરાવતા શ્રી મારૂતિ કુરીયર કંપની દ્વારા રક્ષાબંધન પર કરવામાં આવેલા આયોજન અંગે માહિતી આપતા મેનેજર સુનિલભાઈ મોકરીયાએ જણાવ્યું હતુ કેઅમારી કુરિયર સર્વિસનું નામ મોટુ હોય ગ્રાહકોની અમારા પર વિશેષ વિશ્ર્વાસ હોય છે. અમો તેના વિશ્ર્વાસ પર ખરા ઉતરીએ તે માટે અમો એક માસ પહેલા આયોજન કરી લેતા હોય છીએ, અમો રવિવારે આજે સાંજના સમયે પણ રાખડીની ડીલેવરી કરાવીએ છીએ મારૂતી કુરિયર દેશની નંબર વન કુરિયર કંપની છે. તેથી રાખડીના બુકીંગ વખતે બેનને મેસેજ મોકલવામાં આવે છે રાખડીની ડીલેવરી થઈ જાય એટલે પણ જેનો ક્ધફરમેશન મેસેજ મોકલીએ છીએ.

અમો રાખડીની ડીલેવરી નથી કરતા પણ લાગણીની ડીલેવરી કરીએ છીએ તે પ્રકારની કાળજી રાખીને વિશેષ મહત્વ આપીએ છીએ તેમ જણાવીને સુનિલભાઈ ઉમેર્યું હતુ કે અમારા કુરિયરનો રેકોર્ડ છે કે અમો કદી રાખડી રીટર્ન કરી નથી અને ૧૦૦ ટકા ડીલેવરી કરીએ છીએ. રક્ષાબંધન દરમ્યાન નિયમિત કામકાજ ઉપરાંત ચાર ગણુ વધારે કામ હોય છે. તેથી અમો આ ભારણને પહોચી વળવા એક માસ પહેલા આયોજન કરીને સ્ટાફ વધારે રાખીને અમુક રહેણાંક વિસ્તારોમાં વધારે સ્ટાફ રાખી દઈને રાખડીની ડીલેવરી સમયસર કરાવીએ છીએ સમયસર લોટ મળી જાય તે માટે વધારે ગાડીઓ દોડાવીને સમયસર ડીલેવરી થાય તેવું આયોજન કરીએ છીએ.

હાલ મારૂતી કુરિયર પાંચ હજાર પીનકોડમાં ડીલેવરી આપે છે. તેમ જણાવીને સુનિલભાઈએ અંતમાં જણાવ્યું કે મહાનગરોમાં બીજા દિવસે ડીલેવરીઅને ગુજરાતભરમાં ૧૦૦ ટકા બીજા દિવસે ડીલેવરી કરીએ છીએ. રાખડી મોકલવા માટે અમો વિશેષ કવર બનાવ્યા છે જે બહેનોને ફ્રી ઓફ ચાર્જે આપીએ છીએ.

કુરિયર સર્વિસક્ષેત્રે ઝડપભેર વિકસતી જતી નંદન કુરિયર સર્વિસના ભરતભાઈ કુછડીયાએ જણાવ્યું હતુ કે 

ક્ષાબંધનએ લાગણીનો પ્રસંગ છે. ભઈ બહેનની લાગણીનો પવિત્ર સંબંધ એવા રાખડીને અમો પ્રોફેશનલી નથી લેતા પરંતુ લાગણીથી લઈને તે જ લાગણણીથી જ તેની તાત્કાલીક ડીલેવરી થાય તેવી વ્યવસ્થા કરીએ છીએ. અમારા કંપનીના ચેરમેન જીવનભાઈ ભોગાયતા, મેનેજીંગ ડીરેકટર કાનજીભાઈ મોકરીયા, ડીરેકટર રમેશભાઈ ભોગાયતાએ એવી વ્યવસ્થા ઓનલાઈન ટ્રેકીંગની વ્યવસ્થા કરી છે કે રક્ષાબંધન પર રાખડીનું બુકીંગ કરાવનારીહેનને બુકીંગ વખતે એક મેસેજ મળે છે તેજ સમયે તેના ભાઈને પણ મેસેજ મળે છે. ત્યારબાદ રાખડીની ડીલેવરી થાય એટલે બેનને મેસેજ મળે છે કે તમારા ભાઈને રાખડી મળી ગઈ છે.

આ પ્રકારનું માઈક્રો મેનેજમેન્ટ મેસેજ સિસ્ટમ અને ટેકનોલોજીથી અમારી કંપનીએ કરાવેલી છે. અમારા વાહનોને મોર્ડનાઈઝ બનાવીને જીપીઆરએસ સિસ્ટમથી સજજ હોય અમા‚ મેનેજમેન્ટ સતત મોનીટરીંગ કરતું રહે છે. તેમ જણાવીને ભરતભાઈએ ઉમેયુર્ં હતુ કે રાખડીનું ઝડપથી ડીલેવરી થાય તે માટે ડીલેવરીમેનોની વ્યવસ્થા વધારી દીધી છે. બુકીંગ માટે પણ ઘસારો થતો હોય તેવા સેન્ટરો પર બુકીંગ કલાર્કો પણ વધારી દીધા છે. પરંતુ પ્રથમ અગ્રતા અમો ડીલેવરીને આપી છીએ.

રક્ષાબંધન માટે સ્પેશ્યલ કવર બનાવવામાં આવ્યા છે તે અમો નોર્મલ રેટથી લઈએ છીએ કદાચ રેગ્યુલરમાં અમો આ પ્રકારની ડીલેવરી ફાસ્ટ ટ્રેક સર્વિસમાં ૨૫૦ થી ૪૦૦ રૂ.માં કરીએ તે ટ્રીટમેન્ટ અમો રાખડીના કવરને આપીએ છીએ. અમો રાખડીના કવરને પ્રોફેશનલી નહિ પણ લાગણીથી લઈએ છીએ અને તેટલી લાગણીથી ડીલેવરી પણ કરીએ છીએ. અમા‚ નેટવર્ક ગુજરાતભરમા સબળ નેટવર્ક છે. દેશની શ્રેષ્ઠ કુરિયર કંપનીઓમાં અમારો નંબર આવે છે. તેમ અંતમાં ભરતભાઈએ જણાવ્યું હતુ.

રક્ષાબંધનએ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક છે. એટલે તેના માટે એકાદ મહિનો પહેલા અમો દરેક બ્રાંચોને સુચનાઓ આપીને માણસોની વ્યવસ્થા કરાવીને સમયસર ડીલેવરી થાય તે જોવા એલર્ટ કરી દેતા હોય છીએ તેમ શ્રી તિરૂપતિ કુરીયર સર્વિસના ડીરેકટર અમિતભાઈએ જણાવી ઉમેર્યું હતુ કે રક્ષાબંધન પર રાખડીનું બુકીંગ થતુ હોય તે દરમ્યાન ૪૦ થી ૫૦ ટકા વધારે બુકીંગ થતું હોય છે સમયસર ડીલેવરી થાય તે માટે સુપરફાસ્ટ સર્વિસની વ્યવસ્થા રાખી છે જેમાં બીજા દિવસે જે સમય આપ્યો હોયતે સમયે તેની ડીલેવરી થાય તેવું આયોજન કરીએ છીએ.

રક્ષાબંધનના ઘસારાને પહોચી વળવા બુકીંગ કલાર્કો વધારે બેસાડીને ગ્રાહકોને તકલીફ ન પડે તે જોતા હોય છીએ તેમ જણાવીને અમિતભાઈએ અંતમાં ઉમેર્યું હતુ

અમો સૌરાષ્ટ્ર-ગુજરાત, મુંબઈ અને પુના સુધીમાં બીજા દિવસે ડીલેવરી કરાવીએ છીએ જયારે બીજા સેન્ટરોમાં ત્રણ દિવસમાં ડીલેવરી કરાવીએ છીએ રાખડીના કવરોની ઝડપભેર ડીલેવરી કરાવીએ છીએ કારણ કે રક્ષાબંધન પર રાખડી સમયસર મળવાથી અમારી સેવાઓ પર ગ્રાહકોને ભરોસો વધે છે.

જયારે પવન કુરિયરનાં રાજેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે સમયસર ડીલેવરી માટે વધારાનો સ્ટાફ રાખીએ છીએ રાત્રીનાં કવરો અલગ અલગ કરવા સ્ટાફ વધારે રાખવો પડે છે. રક્ષાબંધનના પહેલાના ૧૦ થી ૧૨ દિવસ સુધી વધારે ઘસારો રહે છે. ત્યારે વધારે સ્ટાફ રાખવો પડે છે. વધારે પૈસા આપીને કામો કરાવવું પડે છે. સાંજના સમયે અને રવિવાર પણ ડીલેવરી ચાલુ રાખીએ તો જ આમાં પહોચી શકાય છે. રક્ષાબંધન દરમ્યાન નિયમિત વેપાર કરતા ૬૦ થી ૭૦ ટકા જેવો વધારો થતો હોય છે.

પવન કુરિયરના કાર્યક્ષેત્ર અંગે રાજેશભાઈએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈમાં અમારી બ્રાંચો આવેલી છે. જયારે, અમો કાર્યક્ષેત્ર ધરાવતી ભારતભર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુરીયર કંપનીની ફ્રેન્ચાઈઝી ધરાવીએ છીએ સૌરાષ્ટ્ર ગુજરાત અને મુંબઈમાં ૨૪ કલાકમાં ડીલેવરી આપી દઈએ છીએ જયારે ભારતભરનાં મહાનગરોમાં ૪૮ કલાક અને બીજા અન્ય સેન્ટરોમાં ચોથા કે પાંચમા દિવસે ડીલેવરી કરીએ છીએ. રક્ષાબંધનના ઘસારાને પહોચી વળવા સામાન્ય રીતેરાત્રે બધા કુરિયરો લોટમાં જતા હોય છે. તેની જગ્યાએ બેથી ત્રણ વખત લોટ મોકલાવીને તેની સમયસર ડીલેવરી થાય તે માટે પણ આયોજન કરીએ છીએ..

દેશના ખૂણે-ખૂણે રાખડી પહોંચાડવા પોસ્ટ વિભાગનું વિશેષ આયોજન: એન. સી. ભટ્ટ

રક્ષાબંધનના તહેવાર પર રાખડીઓના ઘસારાને પહોંચી વળવા કુરિયર કંપનીઓની સાથે પોસ્ટ વિભાગ દ્વારા પણ સમયસર ડિલેવરી કરાવવા માટે અનેક વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે. આ અંગે માહિતી આપતા રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્ટર એન.સી.ભટ્ટે જણાવ્યું હતું કે, રક્ષાબંધનના તહેવારો દરમ્યાન અમારા વિભાગ દ્વારા ૧૦ દિવસનો રાખી સપ્તાહ જાહેર કરવામાં આવે છે. ૧૨ થી ૨૨ ઓગસ્ટ દરમ્યાન આ રાખી સપ્તાહ દરમ્યાન અમોએ રાખડીના ખાસ કવરો પણ તૈયાર કરવામાં આવ્યા છે અને રૂ.૧૦માં આ કવરો વેંચવામાં આવે છે. આ કવરો એવા બનાવવામાં આવે છે કે વરસાદી પાણી પડે તો પલળે નહીં અને રાખડીને નુકસાન પણ ના થાય.

તો ઉપરાંત દર વર્ષે સામાન્ય દિવસોમાં જે પોસ્ટ વિભાગને લગતું આવતું હોય તો કામ રાખી સપ્તાહ દરમ્યાન બે થી અઢી ગણુ વધી જાય છે તેમ જણાવીને ભટ્ટે ઉમેર્યું હતું કે, તેના માટે વિશેષ આયોજન કરીને રાખડીના કવરોને અલગ પાડીને રાખડીની અલગ બેગો બનાવીને તેને શકય હોય તેટલી ઝડપથી રક્ષાબંધન પહેલા રાખડીની ડિલેવરી થઈ જાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેથી લોકોને તેનો ફાયદો થાય અને બહેનોની લાગણી ભાઈ સુધી પહોંચાડવા પોસ્ટ વિભાગ ખંતથી કામ કરે છે.

કુરિયર અને પોસ્ટના કામકાજ વચ્ચે જમીન આસમાનનો ફરક છે. પોસ્ટ વિભાગનું કામ ભારતભરના દરેકે દરેક ગામડાઓ સુધી ફેલાયેલું છે. આજે ગામડાઓ સુધી રાખડીઓ પહોંચાડી છે. જયારે કુરિયર સર્વિસોનું કામકાજ માત્ર શહેરી વિસ્તારો સુધી ફેલાયેલું છે. તેમાં પણ શહેરોના પણ અમુક વિસ્તારોને બાદ અન્ય વિસ્તારોમાં કુરિયર સર્વિસો ડિલેવરી કરવા જતુ નથી. ભારતભરના દરેક દરેક શહેર અને ગામોમાં રાખડી કે કવર પહોંચાડવાની ક્ષમતા પોસ્ટ વિભાગ સિવાય બીજા કોઈપણ પાસે નથી તેમ ભટ્ટે અંતમાં જણાવ્યું હતું.