Abtak Media Google News
  • ત્રિ-દિવસીય મિલેટ મહોત્સવમાં ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ જાડા ધાન્યમાંથી બનાવેલ વાનગીઓનો સ્વાદ માણ્યો
  • એકસ્પોમાં  50 પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ સાથે 6 લાઈવ ફુડ સ્ટોલ

રાજકોટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ  પ્રવિણાબેન રંગાણીના હસ્તે ત્રિ-દિવસીય મિલેટ મહોત્સવ-2024નો શુભારંભ કરવામાં આવ્યો હતો. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજકોટના નાના મવા સર્કલ ખાતે તા. 1 થી 3 માર્ચ દરમિયાન મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

Best Use Of Millet For Healthy Health: Mp Rambhai Mokaria
Best use of millet for healthy health: MP Rambhai Mokaria

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ  પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં મિલેટ્સ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. નિરોગી સ્વાસ્થ્ય માટે મિલેટ (જાડા ધાન્ય) તરફ વળવું ખૂબ જરૂરી છે. તંદુરસ્તીમાં વધારો કરવા માટે ભોજનમાં જાડા ધાન્યો ઉપયોગ ખૂબ લાભદાયી છે. પ્રવર્તમાન સમયમાં લોકોના ખોરાકમાં જંક ફૂડનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે મહિલાઓને રોજિંદા જીવનમાં કોદરી, બાજરી, જુવાર અને કાંગ જેવા ધાન્યોનો ઉપયોગ વધારવા અને જાડા ધાન્યમાંથી વિવિધ વાનગીઓ બનાવવા અપીલ કરી હતી. તેમજ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતી તરફ વળવાની મુહિમને સાર્થક કરવા સૌ ખેડૂત મિત્રોને આહવાન કર્યું હતું.

Best Use Of Millet For Healthy Health: Mp Rambhai Mokaria
Best use of millet for healthy health: MP Rambhai Mokaria

આ તકે સાંસદ  રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી દેશ આજે વિકાસના સુવર્ણ સમય તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીના સંશોધનના પ્રતાપે આજે મિલેટસને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે. તેમણે શ્રી ધાન્ય પકવતા ખેડૂતોની પણ આવક વધે તે માટે પ્રોત્સાહક પગલાંઓ લઈ લોકોને આ ધાન્યોના ગુણોથી અવગત કરાવ્યા છે. આ શ્રી ધાન્યની પ્રાકૃતિક ખેતી થાય તે માટે રાજયપાલ  પણ દરકાર લઈ રહ્યા છે. ત્યારે ભાવિ પેઢીના બાળકો પણ મિલેટની વસ્તુઓનો ઉપયોગ કરે તેવી સાંસદ એ અપીલ કરી હતી.ધારાસભ્ય   ડો. દર્શિતાબેન શાહે મિલેટના ફાયદાઓ જણાવી કહ્યું હતું કે,. રાજય સરકાર દ્વારા શ્રી ધાન્યનુ વાવેતર વધે તે માટે બજેટમાં ખાસ 37 કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

Best Use Of Millet For Healthy Health: Mp Rambhai Mokaria
Best use of millet for healthy health: MP Rambhai Mokaria

મિલેટને રોજિંદા વપરાશમાં લેવાથી કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવા રોગોથી મુકત થઈ શકાય છે. આમ, મિલેટને જીવનમાં વણી લેવા ધારાસભ્યએ અનુરોધ કર્યો હતો.મહાનુભાવોએ મિલેટ મહોત્સવમાં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલ ધારકો સાથે તેમના ઉત્પાદનો વિષે માહિતી મેળવી હતી તેમજ ઉત્પાદનોનો સ્વાદ માણ્યો હતો.આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિ અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતી “ધરતી કરે પુકાર” નાટિકા રજૂ કરવામાં આવી હતી. રાજકોટની સ્વાદપ્રેમી જનતાએ મિલેટ લાઈવ ફુડ ઝોન પરથી પરંપરાગત કાંગની ખીચડી, રાગીની કઢી જેવી વાનગીઓ સાથે મિલેટ પિત્ઝા, મિલેટ ભેળ જેવી આધુનિક વાનગીઓની લહેજત માણી હતી.

એક્સ્પોમાં માણો કાંગની ખીચડી-રાગીની કઢી અને મિલેટ્સની ભેળ

રાજ્યના નાગરિકો આહારમાં મિલેટસ એટલે કે પોષક ધાન્યનુ મહત્વ સમજતા થાય અને રોજીંદા આહારમાં તેનો ઉપયોગ કરે તે માટે રાજકોટ ખાતે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા મિલેટસ-તૃણ ધાન્યને પ્રોત્સાહન માટે મીલેટ એક્ષ્પો-2024નુ આયોજન કરવામાં આવ્યું છે. આ મિલેટ એક્ષ્પો સ્વાદ, સ્વાસ્થ્ય,માહિતી અને મનોરંજનનું સંગમ સ્થળ બન્યો છે. સ્વાસ્થ્ય સાથે સ્વાદના શોખીનો માટે આ કાર્યક્રમમાં 50 જેટલા મિલેટ સ્ટોલ સાથે અંદાજે 11 લાઈવ મિલેટ ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે, આ સ્ટોલ પરથી લોકો મિલેટની અવનવી વાનગીઓની લહેજત માણી શકે છે, જેમાં કાંગની ખીચડી-રાગીની કઢી અને મિલેટ્સની ભેળ બધાના આકષ્ર્ણનું કેન્દ્ર બન્યું છે.

મિલેટ એકસપોમાં સજીવન ઓર્ગેનિકના લાઈવ સ્ટોલના મેનેજર   સુધા પ્રજાપતિએ જણાવ્યું કે, અમારી કંપની મિલેટ્સના ઓર્ગેનિક ફાર્મિંગ સાથે છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે અને ગુજરાતના 50 હજાર ખેડૂતો જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મિશન મિલેટ્સ” ડાંગ જિલ્લાના 18 હજાર થી વધુ ખેડૂતો મિલેટ્સના ફાર્મિંગ જોડાયા છે. 292 ગામના ખેડુતો તથા તેના પરિવારો પ્રાકૃતિક રીતે મિલેટ્સનો લોટ-ફાડા બનાવવાનું કાર્ય કરે છે. અમારી કંપની ડાંગમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું અને સહાય આપવાનું કાર્ય

કરે છે. તાલીમની સાથે-સાથે ઓર્ગેનિક સર્ટિફિકેશન આપે છે, જેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. ગુજરાત સરકાર મીલેટ્સના ઉત્પાદનમાં વધારો થાય તે માટે પ્રોત્સાહન-સહાય રૂપે ખેડૂતોને દર વર્ષે રૂ.10 હજાર પ્રાકૃતિક ખેતી માટે ખેડુતોને ચૂકવે છે. જેથી ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે અને લોકોમાં જાનજાગૃતિ ફેલાય તે માટે ટ્રુ લાઇફ એન્ટરપ્રાઇઝનું ઉમદા કાર્ય સજીવન ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.