પાટડી ઉદાસી આશ્રમે ભાવીકોના ઘોડાપુર: અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો

આજે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે પાટડીના ઉદાસી આશ્રમ ખાતે ગૂ‚ભકિતમય માહોલ સર્જાયો હતો સંત શિરોમણી પરમ પૂજય બ્રહ્મલીન જગાબાપાના સમાધીના સાનિધ્યમાં અને પૂ. ભાવેશ બાપુના આશિર્વચન માટે ભાવીકોના ઘોડાપુર ઉમટી પડયા હતા સવારથી જ આશ્રમ ખાતે સતત ભાવીકોનો ઘસારો જોવા મળ્યો હતો સિતારામ પરિવાર દ્વારા અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.આજે સવારે ઉદાસી આશ્રમના સંત શિરોમણી બ્રહ્મલીન પૂ. જગાબાપાની સમાધિ સ્થળનું પૂજન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ ગાદીપતિ પૂ. ભાવેશબાપુએ ગુરૂપૂર્ણિમા મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો સવારથી સેવકો ઉમટી પડયા હતા તેઓએ પૂ. ભાવેશ બાપુના ચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી