Abtak Media Google News

દેશની પરંપરાગત સંસ્કૃતિ મુજબ ‘ક્ધયા પુજા’ કરવાથી સમાજમાં દુષ્કર્મની ઘટના પર કાબુ મેળવી શકાશે તેવો મહારાષ્ટ્રનાં રાજયપાલનો દાવો

દેશમાં હાલમાં વિશાળ સમસ્યા બની ગયેલી મહિલા અત્યાચાર અને ખાસ કરીને બળાત્કારની ઘટનાઓને કાબુમાં લેવું હોય તો સમાજની નવી પેઢીને સંસ્કારી બનાવવી જોઈએ તેમ મહારાષ્ટ્રનાં રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ જણાવ્યું હતું. નાગપુર વિશ્ર્વ વિદ્યાલયનાં સંચાલકોને યુનિ.વિદ્યાર્થીઓને સંસ્કૃતનાં શ્ર્લોકનું શિક્ષણ આપવાની હિમાયત કરીને કોશીયારીએ દેશમાં એકાતરે થતી બળાત્કારની ઘટનાઓના દુષિત માહોલને અટકાવવો જોઈએ તેમ જણાવ્યું હતું.

નાગપુર યુનિ.માં જમનાલાલ બજાજ ભવનનાં ઉદઘાટન સમારોહમાં રાજયપાલ ભગતસિંહે સમાજમાં રહેલા સજજન અને દુરજનોના ભેદ અંગે સમજણ કેળવવાનો અનુરોધ કરી કેવી રીતે સમાજમાંથી મહિલા વિરોધી ગુના અટકાવી શકાય તેની છણાવટ કરી હતી. કોશિયારીએ જણાવ્યું હતું કે, હવે ફરીથી સમય આવ્યો છે કે આપણા ઘરમાં ક્ધયા પુજા કરીએ દરેક ધર્મનાં હિમાયતી પરિવારોને મુળભુત સંસ્કૃતિ તરફ પાછા વળવાનો અનુરોધ કરીને કહ્યું હતું કે દુષ્ટો બેન-દિકરીઓને બળાત્કાર કરીને હત્યાનો ભોગ બનાવે તેની સામે આપણે સામાજીક જાગૃતિ ઉભી કરવી જોઈએ. વિદ્યાર્થીઓને સંસ્કૃતનાં શ્ર્લોક શીખવવા જોઈએ તેથી આવી ઘટનાઓ બનતી અટકશે. તેમણે જણાવ્યુંને કોશીયારીએ ઉમેર્યું હતું કે, ઉધોગપતિ બજાજ પરિવાર જેવા સમાજનાં લોકોએ ધર્મ સંસ્કૃતિ માટે યોગદાન આપવું જોઈએ. વિદ્યાર્થીઓને સંસ્કૃતનાં શ્ર્લોકનું શિક્ષણ આપવાથી સમાજમાં ધર્મ સંસ્કાર અંગે વ્યાપક જાગૃતિ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.