Abtak Media Google News
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા સમજણ અને સંખ્યા સાથે વાંચનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ: નિપુણ ભારત શિક્ષણ પ્રણાલીને સંકલિત, આનંદપ્રદ, સર્વસમાવેશક અને આકર્ષકમાં રૂપાંતરિત કરવા ઘ્યાન કેન્દ્રીત કરે છે

વિદ્યાર્થીઓની સાહિત્યીક અને મૂળભૂત ભાષા કૌશલ્યનો વિકાસ સાથે તે વિદ્યાર્થીઓને તેમના પાયાનું શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી જાળવી રાખવા અને બાળકની પ્રગતિને ટ્રેક કરવા કાર્ય કરશે

છેલ્લા ત્રણ વર્ષથી દેશના શિક્ષણમાં સતત બદલાવ જોવા મળી રહ્યા છે. નવી શિક્ષણ નીતિ-2020 અન્વયે ધીમે ધીમે અમલ થતી વિવિધ જોગવાઇ બાદ જુન-2023 થી પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમ અંતર્ગત પ્રથમ પાંચ વર્ષનો ફેઇઝ લાગુ પડી જશે. ભારતમાં 86માં બંધારણીય સુધારાએ શિક્ષણનો અધિકાર ફરજીયાત કર્યો. આ નિર્ણયનો હેતુ બાળકોને શાળામાં શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ લક્ષ્ય હાંસલ કરવા શિક્ષણ મંત્રાલયે નિપુણ ભારત મિશન શરુ કર્યુ છે. આ યોજના વિશે દરેક મા-બાપ અને શિક્ષણ સાથે જોડાયેલ તમામ વ્યકિતએ જાણવાની જરુર છે. નિરક્ષરતાના ગુણોતરને દૂર કરવા આયોજન કેવી રીતે કામ કરશે તે જાણવું જોઇએ.

Advertisement

નિપુર્ણ ભારત મિશન કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અન્વયે દેશના શિક્ષણ વિભાગે સમજણ, સંખ્યા સાથે વાંચનામાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ શરુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ભારતમાં દરેક બાળક ધો.3 ના અંત સુધીમાં પાયાની સંખ્યા અને સાક્ષરતા પ્રાપ્ત કરે. આ યોજના આગામી સતત ચાર વર્ષ ચાલશે ને 2026-27 ના શૈ. સત્ર સુધી લક્ષ્યાંકો હાંસલ કરવાનો ઘ્યેય રાખેલ છે. હાલમાં ધો. 1 થી 3 કે તેથી ઉપલા ધોરણમાં બાળકો વાંચન ગણના અને લેખન કૌશલ્યમાં સતત નબળા જોવા મળતા જે આ યોજના થકી સબળા બનશે.  આ વર્ષના નવા સત્રથી જ સ્કુલ રેડીનેશ અર્થાત શાળા તત્પરના કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં બાળકોને પ્રવૃતિપોથીમાં વિવિધ એકિટવીટી કરવાની તેને શિક્ષણ સાથે જોડીને તેને શાળાએ આવવું અને ભણવું ગમે તેવો પ્રયાસ છે. શિક્ષકો માટે પણ નિદર્શિયની બુક પ્રગટ કરાય છે.

1 2

આ પ્રોજેકટ થકી શિક્ષકો એક અભ્યાસ યોજના મુજબ વિઘાર્થીઓની સાહિત્યિક અને મૂળભૂત ભાષા કૌશલ્યોનો વિકાસ કરે છે. સમગ્ર શિક્ષક મિશનના ભાગરુપ વિઘાર્થી પોતાના પાયાનું શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી જાળવી રાખવા માટે વિવિધ તાલીમ મોડયુલ સુધારવા, શિક્ષકની ક્ષમતા વધારવી સાથે દરેક બાળકની પ્રગતિને ટ્રેક કરશે. આ સમગ યોજના પાયાના શિક્ષણ પર ભાર મૂકિત હોવાથી 3 થી 9 વર્ષના બાળકોને નિપૂણ બનાવવા વિશેષ કાર્ય કરશે. એક વસ્તુએ પણ છે કે જો પાયાના શિક્ષણ વગર ધો. 4-5 માં બાળક જાય તો તેને તકલીફ પડે છે. આયોજનામાં આવા બાળકો માટે તેને પાવર ફૂલ કરવા, પીયર સપોર્ટ, ટયુટર માર્ગદર્શન અને વધારાની શિખવાની સામગ્રી અપાશે.

2026-27 સુધીમાં લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના હેતુ શરુ કરેલ આ કાર્ય લક્ષ્યની સ્થાપના આંતર રાષ્ટ્રીય સંશોધન અને ઘછઋ   ના અભ્યાસ ના માર્ગદર્શિકા પર કરવામાં આવેલ છે. ગઈઊછઝ  પણ  અભ્યાસ ક્રમનું આયોજન કરે છે. આ પ્રોજેકટ તમામ રાજયો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય, રાજય, જીલ્લા, બ્લોક, શાળા સ્તરે સેટ કરેલી પાંચ સ્તરની અમલિકરણ પઘ્ધતિને અનુસરે છે. નિપુણ યોજના નિષ્ઠા હેઠળ ઋકગ માટે વિશેષ પેકેજ સાથે પૂર્વ પ્રાથમિકથી પ્રાથમિક શિક્ષણ સુધીના શિક્ષકોને તાલીમ અપાશે. આ યોજના બાળકોની કાર્ય ક્ષમતા અને શિખવાના કૌશલ્ય સુધારવા માટે કામ કરે છે. બાળક ધો. 3 પાસ થયા પછી પાઠય પુસ્તકના ઓછામાં ઓછા 60 શબ્દો પ્રતિ મીનીટ ચોકકસ બાળકે વાંચવા જોઇએ.

આયોજન થકી પરિણામોમાં બાળકોની કુશળતામાં સુધારો સાથે ડ્રોપ આઉટ ઘટશે. પ્રાથમિકથી માઘ્યમિક તબકકાઓ કિલયર કરનારની સંખ્યા વધશે. શિક્ષણની ગુણવત્તા વધશે. તાલીમ મોડયુલ થકી શારીરિક કૌશલ્યો, ભાવનાત્મક અને સામાજીક કૌશલ્યો, જ્ઞાનાત્મક સંખ્યા, સાક્ષરતા, જીવન કૌશલ્યો સાથે બાળકોનો વધુ વિકાસ જોવા મળશે. દરેક બાળકનો વ્યકિતગત વિકાસ નકકી કરીને અહેવાલમાં ટ્રેક કરવામાં આવશે. વિદ્યા પ્રવેશ 2022-23 શિક્ષક- પ્રશિક્ષણ મોડયુલ બહાર પાડવામાં આવેલ છે.

1 8

સમજ સાથેના વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા કેળવવા માટેની રાષ્ટ્રીય પહેલ છે. દેશમાં 6 થી 14 વર્ષના તમામ બાળકોના શાળા પ્રવેશનું લક્ષ્ય હવે સિઘ્ધ થવામાં છે. આ વર્ષનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 100 ટકા છે, જયારે હાઇસ્કુલ કક્ષાએ ઉચ્ચ પ્રાથમિકમાં 87.74 ટકા જેવો છે. ધો. 1 થી પ ના પ્રાથમિક લક્ષ્યાંકમાં ધારી સફળતા  મળી ગઇ છે. નેશનલ એચિવમેન્ટ સર્વે (ગઅજ) 2017 મુજબ દેશમાં પાયાના શિક્ષણના સ્તર ઘણા નીચા છે. ઘો. 3-પ અને 8 ના 13 થી 18 ટકા વિઘાર્થીનું સ્તર સામાન્ય કરતા નીચુ છે. માત્ર 39 થી પ3 ટકા છાત્રો જ કક્ષા મુજબનું શિક્ષણ સ્તર પ્રાપ્ત કરી શકયા છે. આ જોતા હવે આપણી સૌથી મોટી પ્રાથમિકતા 2026-27 સુધીમાં પ્રાથમિક શાળાઓમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજની સાર્વત્રિક પ્રાપ્તિની હોવી જોઇએ. સૌથી પહેલા જો આ મૂળભૂત શિક્ષણ (પાયાગત વાંચન-લેખન અને ગણન) કેળવાયેલું નહી હોય તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિની બાકીની નીતીઓ વિઘાર્થીઓના ખુબ મોટા સમુહ માટે નકામી ઠરશે.

દેશની સૌથી અગત્યની પ્રાથમિકતા પાયાના શિક્ષણને આપવી. ધો.3 સુધીમાં બાળક ‘વાંચતા શીખી જાય’ એ અગત્યની બાબત છે. આટલું આવડયા બાદ તે ‘શીખવા માટે વાંચે’ તે જરુરી છે. આગામી પાંચ વર્ષમાં વાંચન કરતું, લખતું, મૂળભૂત ગાણિતિક પ્રક્રિયા કરતું અને પાયાના જીવન કૌશલ્ય કેળવતું દરેક બાળક તૈયાર થઇ જાય તેવું લક્ષ્યાંક છે. બાળકનું શૈક્ષણિક સ્તર સિંધુ ચઢાણ બને જેની તેના ભવિષ્યના જીવન અને વ્યવસાયિક ક્ષમતાઓ પર સકારાત્મક અસર હોય છે. પાયાના કૌશલ્યોએ બીજા કૌશલ્યો અન્વયે મહત્વના છે. આ બેઝીક જ તેને વર્ગમાં જકડી રાખે છે અને તેથી જ ડ્રોપ આઉટ ઘટે છે.

પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજ એટલે શું ?

ભાષાનું પૂર્વ જ્ઞાન સાક્ષરતા કેળવવામાં ઉપયોગી બને છે. મૌખિક ભાષા વિકાસમાં શ્રવણ અર્થગ્રહણ, મૌખિક શબ્દ ભંડોળ અને વાતચિત કરવાના કૌશલ્યોમાં સુધારો, વાંચન અને લેખન કૌશલ્યના વિકાસ માટે મૌખિક ભાષાનો અનુભવ સૌથી અગત્યનો છે. ધો.3 સુધીના તમામ બાળકને વાંચતા-લખતાને ગણના આવડી જવું જોઇએ. દરેક બાળક ગણન કરે અને અંક પઘ્ધતિ સમજે તે અગત્ગનું છે. સંખ્યા દર્શાવવા દશક પઘ્ધતિ જેવી ગાણિતીક તકનિકો પર પ્રભુત્વ કેળવાય તે જરુરી છે. પાયાની સાક્ષરતામાં વાંચન-ગપન અને લેખન સૌથી અગત્યની બાબત છે. ગુણવત્તાસભર શિક્ષણ પર હવે ભાર મુકવો જ પડશે. 6 થી 14 વર્ષના તમામ બાળકોના શાળા પ્રવેશના લક્ષ્યમાં 100 ટકા સિઘ્ધ મેળવી લીધી પણ ધો. 6 થી 8 ના ઉચ્ચ પ્રાથમિકના રેશિયામાં હજી 87.74 ટકા જ છે. દશેના પાયાના શિક્ષણસ્તરની રાષ્ટ્રીય મોજણી, નેશનલ એચિવમેન્ટ સર્વે (ગઅજ) ના ર017 ના આંકડા જોઇએ તો આ સ્તર ઘણા નીચા જોવા મળે છે. ધોરણ 3-5  અને 8 ના 13 થી 18 ટકા વિઘાર્થીઓનું શિક્ષણ સ્તર સામાન્ય કરતાં ઘણું નીચે જોવા મળે છે. માત્ર 39 થી પ3 ટકા વિઘાર્થીઓ જ કક્ષા મુજબનું શિક્ષણ સ્તર પ્રાપ્ત કરી શકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.