Abtak Media Google News

કથા દરમિયાન એક દિવસ ભકતોને વિનામૂલ્યે રૂદ્રાક્ષની માળાનો અપાશે પ્રસાદ: ડો. લંકેશબાપુ

હિન્દુ સંસ્કૃતિ મુજબ શિવરાત્રીનુ અનેરું મહત્વ છે. ત્યારે મહાશિવરાત્રીને અનુલક્ષી રાજકોટમાં સોજીત્રા પરિવાર દ્વારા શિવકથાનું જાજરમાન આયોજન આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડો. લંકેશબાપુના વ્યાસાનને તા. 10 થી 18 ફેબ્રુઆરી દરમિયાન બાપા સિતારામ ચોક ખાતે કરવામાં આવ્યું છે. જેની ભવ્ય પોથી યાત્રા ગઇકાલે બપોરે ઢોલ નગારા સાથે નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભકતો જોડાયા હતા.

Advertisement

આતંરરાષ્ટ્રીય શિવકથાકાર ડો. લંકેશબાપુ વ્યાસપીઠ પર બિરાજી સાંજે 9 થી 11 સુધી શિવકથાનું રસ પાન કરાવી રહ્યા છે. દરરોજ રાત્રે કથાના અંતે શિવજીની મહાઆરતીનો ભાવિ ભકતો લ્હાવો લઇ રહ્યાં છે. ત્યારે તા. 1પ  ફેબ્રુઆરીએ શિવ વિવાહ યોજાશે. જેનો ભાવિ ભકતોએ સહપરિવાર સાથે લાભ લેવા સોજીત્રા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય કથાકાર ડો. લંકેશબાપુએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રાજકોટના આંગણે સોજીત્રા પરિવાર દ્વારા શિવકથાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો તા. 10 થી પ્રારંભ થયો છે જે તા.18ને શિવરાત્રીના શુભ દિવસે પૂર્ણ થશે. ત્યારે પોતાને મળેલ લંકેશબાપુ ઉપનામ વિશે વાત કરતા જણાવ્યું હતું કે મારુ નામ ધર્મેશ રાવલ છે. અંબાજીમાં જે તે વખતે માતાજીના પાટોત્સવમાં હું ઉ5સ્થિત રહ્યો હતો. ત્યારે ઇશ્ર્વરદાન ગઢવીએ શિવતાંડવ ગાયેલ ત્યારબાદ મેં એકીશ્ર્વાસે ર4 મીનીટ શીવતાંડવ ગાયેલ તે સમયે શ્રોતાઓએ મને લંકશબાપુ તરીકે બોલાવેલ ત્યારથી લંકેશબાપુ નામથી ઓળખાય, ત્યારબાદ મેં લંકાપતિ રાવલ પર અત્યાર કર્યો સરકારે મને વધુ અભ્યાસ અર્થે શ્રીલંકા મોકલેલ જયાં મને 400 પુરાવા મળેલ.

લંકાપતિ રાવલ ખુબ મોટા શિવભકત હતા. રાવણ ગાયની જાતે સેવા કરતાં ભગવોની ઉ5ાસના કરતા મે રાવણ પર પીસીસી બનાવ્યા છે તથા રાવણાષ્ટકમ બનાવેલ છે. દરેક વ્યકિતમાં પોઝીટીવ અને નેગેટીવ બન્ને વસ્તુઓ હોય પરંતુ લોકોએ પોઝીટીવ જ વિચારવું જોઇએ.

ત્યારે રાજકોટમાં સોજીત્રા પરિવાર આયોજીત શિવ કથા દરમિયાન એક દિવસ તમામ ભકતોને વિનામૂલ્યે રૂદ્રાક્ષની માળાનો અપાશે પ્રસાદ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.