Abtak Media Google News

20 કિલો મીઠાઇ-મલાઈનો નાશ:સીંગતેલ અને ચિઝના નમૂના લેવાયાં

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન સોમનાથ સોસાયટી-3 શેરી નં.1 “શ્રી રામ ડેરી ફાર્મ” માંથી  વાસી મીઠાઇ તથા વાસી મલાઈનો 20 કિ.ગ્રા. જથ્થો મળી આવ્યો હતો.જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ત પેઢીને હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે  સેટેલાઈટ ચોક, જૂનો મોરબી રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 16 ધંધાર્થિઓની ચકાસણી કરાય હતી. 3 પેઢીને ફૂડ લાઇસન્સ મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી.

સેટેલાઈટ ચોક અને જૂનો મોરબી રોડ વિસ્તારમાં સપના કોલ્ડ્રિંક્સ,પટેલ પ્રોવિઝન સ્ટોર,જલારામ પાણીપૂરીને  ફૂડ -લાઇસન્સ મેળવવા  સૂચના આપવામાં આવી હતી.જયારે નાગબાઈ ડેરી ફાર્મ,માહિ ફરસાણ  સ્વીટ માર્ટ ,ન્યુ રાધવ મેડિકલ સ્ટોર્સ,બાલાજી પાન  કોલ્ડ્રિંક્સ,શિવ ગાંઠિયા  ફરસાણ માર્ટ ,કેશવ ટી સ્ટોલ,કૃષ્ણમ ડેરી ફાર્મ ,મિલન ખમણ,રંગોલી બેકરી,પટેલ મેડિસીન્સ,સાગર સરબતવાળા  આઈસ્ક્રીમ અને શ્રી ગેલમાં ડેરી ફાર્મમાં ચેકીંગ કરાયું હતું.આ ઉપરાંત યુનિવર્સિટી રોડ પર 1 જલારામ પ્લોટમાં ભાવેશ એજન્સીમાંથી કાકા ફિલ્ટર સીંગતેલ,ગાંધીગ્રામમાં લાખના બાંગ્લા ચોક સામે અક્ષરનગર-2માં સુમિ એન્ટરપ્રાઇઝમાંથી નંદિની ડિસેડ મોઝરેલા ચિઝનો નમૂનો લેવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.