Abtak Media Google News

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના એટલે કે અનસીઆરટીઇના તમામ પુસ્તકોમાં હવે INDIAનું નામ બદલીને ’ભારત’ કરવામાં આવશે. અનસીઆરટીઇ દ્વારા રચાયેલી સમિતિએ સર્વાનુમતે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ માટે અનસીઆરટીઇએ 19 સભ્યોની રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિની રચના કરવામાં આવી હતી.

એનસીઆરટીઇ દ્વારા રચાયેલી 19 સભ્યોની સમિતિએ સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણય લીધો: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે કેન્દ્રીય સ્તરે અનસીઆરટીઇ સાથે કામ કરી રહી છે

વિપક્ષી ગઠબંધને તેનું નામ બદલીને I.N.D.I.A. રાખ્યા બાદ આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. હવે સમાચાર છે કે ટૂંક સમયમાં અનસીઆરટીઇના પુસ્તકોમાં દરેક જગ્યાએથી INDIA શબ્દને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. અનસીઆરટીઇ પેનલ સમક્ષ આને લગતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો. પેનલના સભ્યોમાંથી જણાવવામાં આવ્યુ હતું કે આ દરખાસ્ત થોડા મહિના પહેલા જ કરવામાં આવી હતી જેને હવે સ્વીકારી લેવામાં આવી છે. આ ઉપરાંત સમિતિએ પ્રાચીન ઈતિહાસની જગ્યાએ શાસ્ત્રીય ઈતિહાસનો સમાવેશ કરવાની ભલામણ પણ કરી હતી.

અભ્યાસક્રમમાં તમામ વિષયોમાં ભારતીય જ્ઞાન પ્રણાલી ઈન્ડિંયન નોલેજ સિસ્ટમની શરુઆત પણ આ નવા ફેરફારનો એક ભાગ છે.આ સમિતિ તે 25 સમિતિઓમાંથી એક છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે કેન્દ્રીય સ્તરે અનસીઆરટીઇ સાથે કામ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.