Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં પડધરીના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી બુધવારે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનાર વન-ડે મેચમાં આવેલા ૨૮ હજાર પ્રેક્ષકોની સુરક્ષામાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેમાં એસપીના સુપરવીઝન હેઠળ, ૬ ડીવાયએસપી, ૧૦ પીઆઈ,૪૦ પીએસઆઈ, ૬૪ મહિલા પોલીસ કર્મચારી, ૪૬ ટ્રાફિક પોલીસમેન સહિત કુલ ૪૩૦ થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રહેશે.

એસપી,૬ ડીવાયએસપી,૧૦ પીઆઈ,૪૦ પીએસઆઈ, ૬૪ મહિલા પોલીસ, ૪૬ ટ્રાફિક સહિત સિક્યુરિટીના ૪૦૦થી વધુ માણસો પણ તેનાત રહેશે

આ ઉપરાંત તેમની સાથે પ્રાઈવેટ સિકયુરીટીના પણ અંદાજે ૪૦૦ જવાનો મદદમાં રહેશે. એલસીબી, એસઓજી, ઘોડેશ્વાર પોલીસ પણ બંદોબસ્તમાં તહેનાત રહેશે. બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોર્ડની બે ટીમ, સીસીટીવી સર્વેલન્સની એક ટીમની પણ મદદ લેવાશે. સ્ટેડિયમમાં પ્રવેશવાના તમામ ગેઇટ પર ૩૫ મેટલ ડિટેક્ટર મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૮ ફ્રેમમેટલ ડિટેકટરનો ઉપયોગ કરવામાં આવશે.

જ્યારે પ્રેક્ષકોના સામાનની ચકાસણી માટે બે બેગ સ્કેનર પણ રાખવામાં આવ્યા છે. રાજકોટની જે હોટેલોમાં બંને ટીમના પ્લેયરો રોકાવાના છે ત્યાં પણ સજજડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જ્યારે ગ્રાઉન્ડની અંદર અધિકૃત રીતે પ્રવેશ કરનાર તેમજ મેચ કોઈ વિક્ષેપ કે કોઈ ગ્રાઉન્ડની અંદર કોઈ પણ પ્રકારનો પદાર્થ એકના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેવું રાજકોટ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.