Abtak Media Google News

રૈયાધાર પીપીપી આવાસ યોજનાનું પણ ઓકટોબર માસમાં લોકાર્પણ કરી દેવાશે: ભારતનગર પાર્ટ-૧માં અંતિમ તબકકાનું કામ પુરજોશમાં

ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને ઘરનું અને પાકું ઘર મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પીપીપી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેને જબ્બર સફળતા મળી છે. હાલ શહેરમાં અલગ અલગ છ સ્ળોએ પીપીપી અંતર્ગત આવાસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેમાં ભારતનગર પાર્ટ-૧ સાઈટનું કામ અંતિમ તબકકામાં હોય આગામી ૧ માસમાં આ આવાસ યોજનાનું કામ પૂર્ણ તાની સો જ લાર્ભાીઓને કવાર્ટરની સોંપણી કરી દેવામાં આવશે. આ ઉપરાંત રૈયાધાર પીપીપી આવાસ યોજનાનું કામ પણ ઓકટોબર માસમાં પૂર્ણ ઈ જાય તેવી સંભાવના જણાય રહી છે.

આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના ઓફિસર ઓન સ્પેશ્યલ ડયૂટી અલ્પના મિત્રાએ જણાવ્યું હતું કે, ભારતનગર પાર્ટ-૧માં પીપીપીના ધોરણે આવાસ બનાવવાના કામનો કોન્ટ્રાકટ રાજકોટના જે.પી.ખેરડીયા એન્ડ કંપનીના નામની એજન્સી આપવામા આવ્યો છે જેમાં મહાપાલિકાની ‚ા.૧૪ કરોડી પણ વધુ પ્રિમીયમ મળવા પાત્ર છે. છેલ્લા બે વર્ષી ચાલતું પીપીપી આવાસ યોજનાનું કામ અંતિમ તબકકામાં ચાલી રહ્યું છે. હાલ પાર્કિંગમાં પેવિંગ બ્લોક નાખવા સહિતના સામાન્ય કામ જ બાકી રહ્યું છે.

ભારતનગર પાર્ટ-૧ પીપીપી આવાસ યોજનાના ૯૫ લાર્ભાીઓ અને પાંચ દુકાનદારો છે. બિલ્ડર દ્વારા આ સાઈટમાં મહાપાલિકાની ‚ા.૧૪ કરોડી વધુના પ્રિમીયર સો ૭ વધારાના કવાર્ટરની પણ ફાળવણી કરવામાં આવશે. આશરે એક પખવાડિયામાં કામ પૂર્ણ યા બાદ સંભવત: મે માસના બીજા સપ્તાહમાં ભારતનગર-૧ પીપીપી આવાસ યોજનાનું વિધિવત લોકાર્પણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત રૈયાધાર પીપીપી આવાસ યોજનાનું કામ સંભવત: ઓકટોબર માસમાં પૂર્ણ ઈ જશે. દિવાળી પહેલા આ આવાસ યોજનામાં પણ લાર્ભાીઓને કવાર્ટરની ફાળવણી કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.