Abtak Media Google News

ચુડાનો કોઝવે તૂટતાં ખુદ  જિલ્લા કલેક્ટર  ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક વિગત મેળવી.તત્કાલ ધોરણે આગામી સમય માં કોઝવેનું કામ શરૂ કરવા તાકીદ કરવામાં આવી.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ છેલ્લા એક સપ્તાહ થી ખૂબ વરસાદના પગલે અનેક નાળા અને નદીઓમાં નવા નીર ની આવક થઈ છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ અનેક નાળા અને નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે.ત્યારે જિલ્લામાં ગામડાઓના રસ્તાઓ અને કોઝવે નદીઓ પરથી નીકળે છે.

સુરેન્દ્રનગર શહેર તેમજ જીલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત મેઘમહેર ચાલુ છે ત્યારે ચુડા તાલુકામાં પણ અંદાજે ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે  અને ઉપરવાસ માં સતત પડી રહેલ વરસાદ થી ભાવનગર – સુરેન્દ્રનગર ને જોડતો ચુડા ના છલાળા બલાળા  ગામ નો કોઝવે તૂટતાં ગામો સંપર્ક વિહોણા બનતા આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કે .રાજનએ જાત મુલાકાત  લઇ અને તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરી હંગામી ધોરણે ચાલુ માર્ગ કરાવેલ અને આગામી દિવસોમાં નવો કોઝવે બનાવવા તાત્કાલિક ધોરણે દરખાસ્ત મોકલે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.