Abtak Media Google News

ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડથી ૧૨ નવી બસોને સાંસદ  ભારતીબેન શિયાળે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. નવી બસોમાં ૨ સ્લીપર કોચ અને ૧૦ લક્ઝરી કોચ (પુસ બેકની સુવિધાયુક્ત) નવી બસો ભાવનગર એસ. ટી. બસ સ્ટેન્ડ થી અલગ અલગ રૂટ માટે દોડશે.

આ તકે ઉપસ્થિત સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી, ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે સામાન્યમાં સામાન્ય વ્યક્તિઓને સારામાં સારી સુવિધા મળે તેવો સરકાર,નો અભિગમ રહ્યો છે લોકોને આવાગમનની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થઈ શકે તેમજ આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી ભાવનગર એસ.ટી. દ્વારા નવી બસોને લીલી ઝંડી આજે આપવામાં આવેલી છે.

Whatsapp Image 2023 02 15 At 19.00.10 1

વધુમાં જણાવ્યું હતું કે સરકાર, દ્વારા બીએસ-૬ પ્રકારની નવી બસોથી ઓછું પ્રદૂષણ ફેલાશે તેમજ લોકોને સારામાં સારી સુવિધા મળશે. વધુમાં મુસાફરોને પણ બસો સ્વચ્છ રાખવા માટે ટકોર કરી હતી. આગામી માર્ચ મહિના સુધીમાં ભાવનગર ડિવિઝનને વધુ ૩૦ બસોની ફાળવણી કરવામાં આવશે. આમ, ભાવનગર ડિવિઝનને કુલ ૪૨ નવી બસોની ફાળવણી કરવામાં આવશે.

Whatsapp Image 2023 02 15 At 19.00.10

આ કાર્યક્રમમાં મેયર ,મતી કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કૃણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધીરુભાઈ ધામેલીયા, ભાવનગર એસ. ટી.ના વિભાગીય નિયામક , સુરેન્દ્રસિંહ માત્રોજા, વિભાગીય પરિવહન અધિકારી, સોલંકી સાહેબ, વહીવટી અધિકારી, સતિષભાઈ કુબાવત, યુનિયનના પ્રમુખ, પ્રહલાદસિંહ ગોહિલ, , જયદેવ સિંહ, અને જયુભા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.