Abtak Media Google News

સીનીયર સીટીઝન લોકોની મુલાકાત લઈ રાખડી બાંધી

Whatsapp Image 2023 08 31 At 13.02.06

ભાયાવદર સમાચાર 

ભાઈ-બહેનના સંબંધોના ઘણા ઉદાહરણો આપવામાં આવે છે. આ સંબંધનો સૌથી મોટો તહેવાર રક્ષાબંધન છે.જેમાં બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. આ સાથે ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન પણ આપે છે.

1234

આ તહેવાર દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે.ત્યારે ભાયાવદરની વાત કરીએ તો ભાયાવદરના પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી દ્વારા એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ સી-ટીમ દ્વારા રક્ષાબંધન તહેવાર નિમિતે સીનીયર સીટીઝન લોકોની મુલાકાત લઈ રાખડી બાંધીને ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં પોલીસ સ્ટેશનની મોટી સંખ્યામાં મહિલા કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવી હતી.

 

વિજયભાઈ કુનાતિયા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.