Abtak Media Google News

ભાયાવદર : મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે કલા ઉત્સવની ઉજવણી

Screenshot 15 5

Advertisement

GCRT  ગાંધીનગર તથા ડાયેટ સંસ્થા રાજકોટની સુચના અનુસાર તાજેતરમાં મ્યુનિસિપલ હાઈસ્કુલ – ભાયાવદર ખાતે ક્યુ.ડી.સી. કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો  હતો. આ કલા ઉત્સવમાં ક્લસ્ટર કક્ષાની ૮(આઠ) શાળાઓ વચ્ચે જી ટ્વેન્ટી કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા,સંગીત ગાયન અને સંગીત વાદનની સ્પર્ધા યોજવામાં આવેલ. જેમાં ચિત્ર સ્પર્ધા માધ્યમિક વિભાગમાં શ્રીમતી એલ.આર.માકડિયા હાઈસ્કુલ, જામટિંબડીની વિદ્યાર્થીની વિંઝુડા નિરાલીએ પ્રથમ સ્થાન મેળવેલ અને ઉ.મા. વિભાગમાં શ્રી ખીરસરા હાઈસ્કુલની વિદ્યાર્થીની પેથાણી વિશ્વાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ.

Screenshot 17 2

 

ક્યુ.ડી.સી. કન્વીનર આચાર્યશ્રી એ. એ. મકરાણીએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ અને તમામ વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવેલ.

Screenshot 16 2

સમગ્ર કાર્યક્રમનું સંચાલન મ્યુનિસિપલ હાઈસ્કુલ – ભાયાવદરના શિક્ષકશ્રી આર.એમ.વરૂએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવેલ

વિજયભાઈ કુનાતિયા ભાયાવાદર

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.