Abtak Media Google News

દ્વારિકા નગરી ધાર્મિક અને આધ્યાત્મિક સ્તરે વિશેષ મહત્ત્વ ધરાવે છે. હિન્દુ ધર્મના ચાર ધામોમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સ્થિત દ્વારકા એક મોટું નગર છે. અહીં હિન્દુ ધર્મના નાના મોટા અનેક મંદિરો છે. ગોમતી નદીના કિનારે વસેલું આ નગર હિન્દુ ધર્મનું પવિત્ર તીર્થ છે. દ્વારકા સાથે એક મોટું રહસ્ય જોડાયેલું છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ ગયા બાદ તેમણે વસાવેલી દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. આજે પણ ત્યાં તે નગરીના અવશેષો મળી આવે છે. દ્વારકા કહેતા સામાન્ય રીતે તેને દ્વારકા સમજે છે જ્યાં ગોમતી નદીના કાંઠે ભગવાન દ્વારકાધીશજીનો મંદિર છે. પણ ઓછા લોકો જ જાણે છે કે દ્વારકાને ત્રણ ભાગમાં વહેચાયું છે. મૂળ દ્વારકા, બેટ દ્વારકા, ગોમતી દ્વારકા.

4 37

  • શ્રી કૃષ્ણ સુદામાની મિત્રતા
  • યાત્રિકો સુદામાની જેમ જ અહી ભગવાનને ચોખા અર્પણ કરે છે
  • અર્પણ કરેલા ચોખામાંથી થોડાક ચોખા પોતાની સાથે લેતા જાય છે

બેટ દ્વારકા

3 21

દ્વારકા જતા શ્રદ્ધાળુઓ દ્વારા એવી માન્યતા છે કે બેટ દ્વારકાની યાત્રા વગર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે. બેટ દ્વારકા જ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી. બેટ દ્વારકામાં પાંચ મોટા મોટા મહેલ છે. પ્રથમ મહેલ શ્રી કૃષ્ણનો છે જે સૌથી ભવ્ય છે. તેની ઉત્તરે રુક્મિણી તથા રાધા મહેલ જ્યારે દક્ષિણે સત્યભામા અને જામ્બવતીના મહેલ આવેલા છે. આ પાંચેય મહેલ અત્યંત સુંદર છે. બેટ દ્વારકા શંખોદ્ધારતીર્થમાં રણછોડરાયજીની મૂર્તિસ્વરૂપે ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે. પાછળથી મુખ્ય મંદિરની બાજુમાં જ લક્ષ્મીજી, સત્યભામા અને જાંબુવતીનાં મંદિરો પણ અલગથી બનાવવામાં આવ્યાં. ચોમાસામાં દરેક અગિયારશે ભગવાન દ્વારકાધીશની સવારી નીકળે છે. મુખ્ય મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની વ્યક્તિગત સેવા કરવાનું કાર્ય બે પટરાણીઓને સોંપવામાં આવ્યું હતું, જેમાં એક દિવસ લક્ષ્મીજીનો અને બીજો દિવસ સત્યભામાનો હોય છે. બેટ દ્વારકામાં જ આ શંખ તળાવ આવેલું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો વધુ કર્યો હોવાની માન્યતા છે. શંખ તળાવના કિનારે શંખ નારાયણનું મંદિર આવેલું છે. બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધિશજીના મંદિરથી લગભગ ત્રણેક કિલોમીટર દુર હનુમાનજીનું મંદિર છે, જે હનુમાનદાંડી મંદિર તરીકે ઓળખાય છે. આ સ્થળે ભાવિકો રામભક્ત હનુમાનની સોપારીની માનતા રાખે છે.

આજના બેટદ્વારકાનું સાચુ નામ ભેટદ્વારકા

8 12

એવી માન્યતા છે કે આ સ્થાન પર ભગવાન શ્રીકૃષ્ણ તેમના મિત્ર સુદામાથી ભેટ થઈ હતી. ગોમતી દ્વારકાથી આ સ્થાન 35 કિલોમીટર દૂર સ્થિત છે. આ મંદિરમાં કૃષ્ણ અને સુદામાની મૂર્તિઓની પૂજા હોય છે. માન્યતા છે કે દ્વારકા યાત્રાનો પૂરો ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે ભેંટ દ્વારકાની યાત્રા કરો છો. સુદામા પોરબંદરના રહેવાસી હતા અને ત્યાંથી ચાલતા-ચાલતા પોતાના મિત્ર શ્રી કૃષ્ણને મળવા બેટદ્વારકા આવ્યા હતા. સુદામા અને કૃષ્ણનું મિલન(ભેટ) અહી થયું હતું. એટલા માટે ભેટદ્વારકા નામ પ્રચલિત થયું. આપણે ગુજરાતીમાં તેને બેટદ્વારકા કહીએ છીએ કારણ કે આઇલેન્ડને ગુજરાતીમાં બેટ કહેવામાં આવે છે. જોકે આ નગરીનું સાચુ નામ ભેટદ્વારકા છે. સુદામાજીએ શ્રી કૃષ્ણને ચોખાની ભેટ અહી આપી હતી અને એટલે જ તેનું નામ ભેટદ્વારકા પડ્યું હતું.

Krishna Sudama The Eternal Bond Of Friendship 1

દ્વારિકાને બેટ અને ભેટ દ્વારકા પણ કહેવામા આવે છે. ભેટનો અર્થ મળવું અને ઉપહાર પણ હોય છે. આ નગરીનો નામ આ બે વાતના કારણે ભેંટ પડ્યું. આ મંદિરમાં કૃષ્ણ અને સુદામાની મૂર્તિઓની પૂજા થતી હોય છે. માન્યતા છે કે દ્વારકા યાત્રાનો પૂરો ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે ભેંટ દ્વારકાની યાત્રા કરો છો.

ભાગવત કથામાં કૃષ્ણ અને સુદામાની મિત્રતાના ખુબ જ વખાણ કરેલા છે. કૃષ્ણ અને સુદામા બંને ખાસ મિત્રો હતાં. સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતાં. સુદામા અને શ્રીકૃષ્ણ બંન્ને સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતાં હતાં ત્યારથી જ ખુબ સારા મિત્રો બની ગયાં હતાં.

કૃષ્ણ સુદામાની મિત્રતા

એક વખત તેઓ બંન્ને જણા જંગલમાં લાકડા કાપવા માટે ગયાં ત્યારે ત્યાં જબરજસ્ત તોફાન આવ્યુ. તે દરમિયાન તે બંન્ને છુટા પડી ગયાં. તે વખતે તેઓને સાંદિપની ઋષિની પત્નીએ ખાવા માટે ભાત આપ્યાં હતાં જે સુદામા પાસે હતાં અને તેઓને ખુબ જ ભુખ લાગી તો તેઓ બધા ભાત ખાઈ ગયાં. જ્યારે તોફાન શાંત થઈ ગયું ત્યારે તેઓ બંન્ને આશ્રમમાં પાછા ફર્યાં. ત્યાર બાદ કૃષ્ણને ખુબ જ ભુખ લાગી હતી તો તેમણે ગુરુમાતા પાસે જમવાનું માગ્યું, ગુરૂમાતાએ કહ્યું કે મેં તો તમારા બંને માટે ભાત આપ્યા હતા. જ્યારે તેમણે ખબર પડી કે સુદામા બધા ભાત ખાઈ ગયા તો તેમણે સુદામાને શ્રાપ આપ્યો કે કૃષ્ણના ભાગનું જમવાનું તુ ખાઈ ગયો છે તો તું હંમેશા દરિદ્ર જ રહીશ. સુદામાએ ગુરૂમાતા પાસે માફી માગી અને ખૂબ વિનતી કરી ત્યારે તેમણે કહ્યું કે જેને કારણે તને શ્રાપ મળ્યો છે તે જ તને તેમાંથી મુક્તિ અપાવશે.

7 15

જ્યારે તેઓનું ભણવાનું પુરૂ થઈ ગયું ત્યાર બાદ તેઓ પોતપોતાના રસ્તે જતાં રહ્યાં. કૃષ્ણ ભગવાને રુકમણી સાથે લગ્ન કર્યા અને તેઓ દ્વારકાના રાજા બનીને ખુબ જ ખુશીથી પોતાની જીંદગી પસાર કરતાં હતાં. બીજી બાજુ સુદામા પણ ગરીબ બ્રાહ્મણ છોકરી સાથે લગન કરીને તે પણ ખુબ જ ખુશીથી પોતાની જીંદગી પસાર કરતાં હતાં.

પરંતુ થોડા સમય બાદ જ્યારે સુદામાને બે બાળકો થયાં ત્યારે તેઓને ખવડાવવા માટે અને કપડા માટે તેમને ખુબ જ તકલીફનો સામનો કરવો પડ્યો. ત્યારે તેઓને પત્નીએ તેમને કહ્યુ કે તમે કૃષ્ણ પાસે જાવ અને મદદ માંગો પણ સુદામાએ કહ્યું કે કૃષ્ણ પાસે હુ ખાલી હાથે નહિ જાવું તો તેમની પત્નીએ તેમને કૃષ્ણ માટે ચોખા આપ્યાં જે તેમને અતિ પ્રિય હતાં.

જ્યારે સુદામા દ્વારકા પહોચ્યાં ત્યારે શ્રીકૃષ્ણને ખબર પડતાં તે દોડીને તેમની પાસે આવ્યાં અને તેમને ભેટી પડ્યાં. કૃષ્ણનાં કપડા અને દાગીનાં જોઈને સુદામાને શરમ આવી કે હુ તેઓને ચોખા કેવી રીતે આપુ તેથી તેમણે તેને સંતાડવાની કોશિશ કરી રહ્યાં હતાં ત્યારે કૃષ્ણને તેની ખબર પડતાં તેમને માંગીને તેમની પાસેથી ચોખા લઈને ખાવા ફાંકા મારવા લાગ્યા. તેમનો આ ફાંકો માત્ર ચોખાનો જ નહી પરંતુ પોતાના મિત્રની દરિદ્રતાને દૂર કરવાનો પણ હતો. તેઓએ સુદામાને પોતાના મહેલમાં લઈ જઈને સુંદર કપડાં આપ્યાં. કૃષ્ણ અને રુકમિણીએ તેમના પગ ધોયા અને તેઓને પ્રેમથી જમવાનું આપ્યું.એવું કહેવાય છે કે જ્યારે સુદામા પાછા ફર્યાં ત્યારે તેઓએ પોતાની ઝુંપડીની જગ્યાએ એક મહેલ જોવા મળ્યો ત્યારે તેમને જ્ઞાત થયું કે આ બધી તેમના મિત્ર કૃષ્ણની જ કૃપાદ્રષ્ટિ છે.

6 19

ભેટ દ્વારકામાં ચોખા દાનની પરંપરા

માન્યતા છે કે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો મહલ અહીંયા જ હતું. દ્વારકાના ન્યાયધીશ ભગવાન કૃષ્ણ જ હતા. માનવું છે કે આજે પણ દ્વારકા નગરી તેની ક્સ્ટડીમાં જ છે. તેથી ભગવાન કૃષ્ણને અહીં ભકતગણ દ્બારકાધીશના નામથી પોકારે છે. માન્યતા છે કે સુદામાજી જ્યારે મિત્રથી ભેંટ કરવા અહીં આવ્યા હતા તો એક નાની પોટલીમાં ચોખા પણ લાવ્યા હતા. પણ તેમને સંકોચ થતો હતો કે  તે ચોખાને ખાઈને ભગવાન શ્રી કૃષ્ણએ તેમના મિત્રની દરિદ્રતા દૂર કરી હતી. તેથી અહીં આજે પણ ચોખા દાન કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ચોખા દાન કરવાથી ભકત ઘણા જન્મો સુધી ગરીબ નહિ રહે. તેમની દરિદ્રતા દુર થશે.

Lord Krishna And Sudama

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.